શહેરી વિસ્તારમાં લોકડાઉનનું કડક અમલ થાય તે માટે ફોરેસ્ટ વિભાગના અધિકારી ગલાણી સહિત કર્મચારીઓ પોલીસ તંત્ર સાથે કામમાં જોડાયા

દેવરાજ બુધેલીયા
નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આ કારણે દુનિયાભર અનેક દેશોમાં લોકડાઉન છે. સિહોરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ તંત્ર લોકડાઉનનો કડક અમલ કરાવે છે. કારણ વગર બહાર નીકળતાં લોકોને પકડી લઇ કેસ દાખલ કરી ધરપકડ કરવામાં આવી રહી છે. એકવીસ દિવસનો લોકડાઉન જાહેર થયો ત્યારથી પોલીસ દ્વારા કામગીરી થઇ રહી છે અત્યાર સુધી સિહોર પોલીસની સાથે હોમગાર્ડ જીઆરડી સહિત વિભાગો કર્મચારીઓ કામ કરવા માટે જોડાયા હતા હવે ફોરેસ્ટ અધિકારી અને કર્મચારી પણ પોલીસની મદદ માટે કામે લાગ્યા છે સિહોર શહેરી વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ થતો આવ્યો છે.

ત્યારે શહેરી વિસ્તારમાં લોકડાઉનનું વધુ કડક અમલ થાય તે માટે પોલીસની સાથે વનવિભાગને પણ જોડવામાં આવ્યું છે. સિહોરના મુખ્ય વડલા ચોકે ખાસ ફોરેસ્ટના અધિકારીને ફરજ પર મુકવામાં આવ્યા છે કારણ વગર આંટાફેરા મારતા લોકોની સામે અટકાયત કરવામાં આવી રહી છે. જેમાં પોલીસની સાથે વનવિભાગના અધિકારી સહિત ૮ જેટલા કર્મચારીઓની મદદ લેવામાં આવી છે. ફોરસ્ટરકક્ષા અધિકારી કર્મીઓને રોડ ઉપર લોકડાઉનનો અમલ થાય તે માટે ફરજ સોંપવામાં આવી છે.

શહેર અને પંથકમાં લોકડાઉનની કડક અમલવારીમાં જોતરવામાં આવ્યા છે. પોલીસ, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ ઉપરાંત વન વિભાગના ફોરેસ્ટર અધિકારી ભરતભાઈ ગલાણી સાથે જ્યોતિબેન ભાલીયા, કરણસિંહ ડોડીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, મુકેશભાઈ કરમટીયા, રાજુભાઇ સહિત કર્મચારીઓને રોડ ઉપર ઉતર્યા છે અને લોકડાઉનનું ચુસ્ત પણે પાલન થાય તે માટે કામગીરી કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here