સિહોર પોલીસ દ્વારા રસ્તાઓ શેરીઓ ગલીઓ પર લાકડી બાબું સાથે પતરાઓ બાંધીને અને જગ્યા પર દીવાલો ઉભી કરાઈ

હરેશ લવર
દેશમાં લોકડાઉનના પગલે પોલીસ વિવિધ રીતે દેશની પ્રજાને સમજાવી રહી છે.ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પણ જિલ્લામાં લોકડાઉનનું પાલન કરવા અલગ અલગ ઉપાયો અજમાવી રહી છે.ભાવનગર રેન્જનાં નાયબ પોલીસ મહાનીરીક્ષક સા.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની તથા પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સૈયદ સાહેબનાઓએ લોકડાઉનનુ ચુસ્ત પણે પાલન કરાવવા સારૂ આદેશ આપવામાં આવેલ.

જે અનુસંધાને આજરોજ સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી કે.ડી.ગોહિલ દ્વારા સિહોર ટાઉન વિસ્તારની શીવ શકિત સોસાયટી , અલ્કાપુરી સોસાયટી , ગૈાતમેશ્વર સોસાયટી, સ્વસ્તીક સોસાયટી ,ગાયત્રીપાર્ક સોસાયટી, જગદિશશ્વરાનંદ સોસાયટી, વેલનાથ સોસાયટી, માધવહિલ સોસાયટી તથા અન્ય સોસાયટીઓમાં રૂબરૂ મુલાકાત લઇ સોસાયટીનાં આગેવાનોને મળી પોતાની સોસાયટીમાં આવવા-જવાના બે રસ્તા હોય તો એક રસ્તો સંર્પુણ બંધ કરવા તેમજ તેઓની સોસાયટીના રહિસોને ખોટા બહાના બતાવી બહાર નહી નીકળવા સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી.ગોહિલ દ્રારા અપીલ કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here