સિહોર શહેરમાં ઇ.પીઆઇ તરીકે પોણા બે વર્ષ ફરજ બજાવી ચુક્યા છે પ્રણવ સોલંકી

મિલન કુવાડિયા
ભાવનગર જિલ્લામાં પોલીસ માળખામાં ફેરબદલી મોટા પ્રમાણમાં થયા છે. સિહોરમાં છેલ્લા પોણા બે વર્ષથી ઇ.પીઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ પ્રણવ સોલંકી ની ધોધા ખાતે બદલી થવા પામી છે. સિહોરમાં પોણા બે વર્ષ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા જેઓએ સખત મહેનત કરી છે સિહોરમાં તેમને તેમના સમયકાળ દરમિયાન સારી એવી કામગીરી દાખવી છે.

શહેરમાં સીસીટીવી પ્રોજેક્ટ માટે પણ તેમને સારી એવી મહેનત કરી હતી જેથી કરીને શહેરમાં ત્રીજું નેત્ર સજ્જ થઈ શકે. કાયદો વ્યવસ્થાને લઈ લેશમાત્ર શેહશરમ નહિ રાખનાર પીએસઆઇ સોલંકીની હાલ ઘોઘા પીએસઆઇ ખાતે બદલી કરવામાં આવી છે અધિકારીશ્રી સોલંકીની અનેક પ્રજાલક્ષી કામગીરી જે નોંધનીય બની છે અને એક કંર્મનિષ્ઠ અધિકારીની છાપ તરીકે સોલંકી ઉભરી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here