કોરોનાના કહેર વચ્ચે ઉનાળાનો આકરો મિજાજ, બપોરના સમયે અગનવર્ષા થતા શહેર-તાલુકામાં ફરજ બજાવતા જવાનોને છાંયડાનો સહારો લેવો પડયો

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર સહિત તાલુકા ભરમાં છેલ્લા એક સપ્તાહથી મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે કાતિલ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે ઉનાળો આકરો બની રહ્યો હોવાનો અહેસાસ સિહોર સાથે તાલુકા વાસીઓ કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી ઉંચે જશે અને તાલુકા જિલ્લામાં કાળઝાળ ગરમી પડશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગત સપ્તાહથી મહત્તમ તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચે ચઢતા સિહોર અને પંથકના લોકો કાતિલ ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

તેમાંય ખાસ કરીને બપોરના ૧૨-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી તીવ્ર ગરમીનો અહેસાસ થતા લોકોને કુલર, એ.સી., પંખાનો સહારો લેવો પડે છે. હાલ લોકડાઉનને લઈ સવારના ૧૦-૦૦ કલાક બાદ લોકોને ઘરમાંથી બહાર નીકળવા ઉપર મનાઈ હોઈ બપોરના સુમારે શહેર સાથે તાલુકા જિલ્લાના તમામ રાજમાર્ગો સુમસામ ભાસી રહ્યા છે. તો બીજી તરફ લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ કાળઝાળ ગરમીના કારણે વૃક્ષના છાંયડાનો સહારો લઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here