સિહોરના કૃષ્ણપરા ગામ પાસે વાડીના રસ્તે આગ લાગતા ગ્રામજનો દોડ્યા

હરેશ પવાર
આકાશમાંથી અગન વર્ષા વરસવાનું શરૂ થઈ ગયું છે. આગામી બે દિવસમાં પણ હિટવેવ ની આગાહી કરવામાં આવી છે. ત્યારે સણોસરા નજીક આવેલા કૃષ્ણપરા ગામ પાસે ઇશ્વરીયા તરફના રસ્તા ઉપર આવેલ વાડીઓના રસ્તામાં શેઢા ઉપર કોઈ કારણોસર અચાનક આગ લાગી ઉઠી હતી. આગની જાણ થતાં આસપાસની વાડીવાળા અને ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. આ આગની વર્ધિ માટે સિહોર નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવી હતી પરંતુ તે પહેલાં જ ગ્રામજનો એ પાણીની મારો ચલાવીને આગ બુજાવી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here