સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં લીરેલીરા

હરેશ પવાર
લોકો કોરોના વાયરસની ગંભીરતાને સમજવા તૈયાર નથી. બીજી તરફ અમલવારી પાછળ કોઈ ધ્યાન અપાતુ ન હોવાનો સુર લોકો માંથી ઉઠ્યો છે સિહોર શહેરમાં સવારથી બપોરના ૧૨ સુધી જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓ માટે છુટછાટ આપવામાં આવી હોઈ શહેરની બજારમાં તેમજ દુકાનો ખાતે સોશ્યલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે સિહોર શહેરમાં લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા જાગૃતોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.

શાકભાજી, દૂધ તથા જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે સવારના સમયે છુટ આપવામાં આવી છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવેલ શાકભાજી માર્કેટમાં લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અનેક લોકો શાકભાજી તથા જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડતા હોઈ ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઈ શહેરીજનોના માથે જોખમ તોળાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here