ફરજ પર રહેલી પોલીસ અને દલિત અધિકારી મંચે સિહોરમાં ૧૨૦ સફાઈ કામદાર બહેનોને અનાજ કિટ આપી

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારીમાં બહાર ન નિકળી શકતા જરૂરત મંદો, વૃધ્ધો, નિરાધારો, શ્રમિકોને બન્ને સમય ભરપેટ ભોજન મળી રહે તે માટે સેવાભાવીઓ અન્નદાન – મહાદાનનો મંત્ર ગાંઠે બાંધીને દિવસ – રાત જોયા વિના બસ સેવાભાવનાથી કામગીરી કરી રહ્યાં છે. ઠેર-ઠેર રસોડા ધમધમી રહ્યાં છે. બીજી બાજુ રાહતફંડમાં પણ લોકો, દાતાઓ ધનરાસી ઠાલવીને સહયોગ આપી રહ્યાં છે. કોરાના અટકવાનું નામ નથી લઈ રહ્યો. રોજબરોજ રાજ્યમાં નવા કેસો આવી રહ્યાં છે. હવે સ્થિતિ ગંભીર બની છે અને આ સ્થિતિને કાબુમાં રાખવા માટે સરકાર પણ નિયંત્રણો વધારી રહી છે. ત્યારે સિહોર દલિત સમાજની સંસ્થા અધિકારી મંચ અને ફરજ પરની પોલીસ દ્વારા સફાઈ કામ કરતા ૧૨૦ બહેનોને અનાજની કિટ વિતરણ કરવામાં આવી હતી.

અહીં કોરોના વાયરસના ચેપને ફેલાવાથી રોકવા માટે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે. જેથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય ગરીબ વર્ગના લોકો પર આભ તૂટી પડ્યું છે અને તે ખાવા માટે વલખા મારી રહ્યા છે.સેવાકીય સંસ્થાઓ અને પોલીસતંત્ર જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની રહી છે . ખાખીની કડક છાપ ધરાવતી પોલીસની દરિયાદિલી કોરોનામાં પ્રશંસા પાત્ર બની રહી છે. ત્યારે અહીં પોલીસ અધિકારી કે.ડી ગોહિલ, અને દલિત આગેવાન માવજી સરવૈયા ખાસ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here