સિહોરના પોલીસના હે.કો. અર્જુનસિંહ અને બંને દિકરા અડીખમ કોરોના સામે ફરજ બજાવી રહ્યા છે

પિતાની જવાબદારી સાથે માતાની મમતા આપીને બંને દીકરાઓમાં સંસ્કારનું સિંચન કર્યું છે

સલીમ બરફવાળા
આજે દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં લોકડાઉનનો પ્રથમ તબક્કો પૂરો થવા ઉપર છે. ત્યારે દેશ ભરમાં સરકારી કર્મચારીઓ તેમજ સેવા આપતા સંસ્થાઓ ના વોલઇન્ટરસ અડીખમ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ખરેખર આવા કપરા સમયમાં તેની કામગીરી ના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે રંગ રાખ્યો છે ફરજ ઉપરના કર્મચારીઓએ. ત્યારે આજે સિહોરના એક પરિવારની વાત ધ્યાનના આવી છે જેના પિતા પોલીસમાં ફરજ બજાવે છે જેને નાનપણથી જ દિકરાઓ ઉપર માતાની છાયા ઈશ્વરે લઈ લીધી હતી ત્યારે પિતાએ પોતાના બંને દિકરાઓને માતાની મમતા આપીને સંસ્કારોનું સિંચન કરીને બંને દિકરાઓ ગુજરાત સરકારના વિભાગમાં ઉચ્ચ કક્ષાએ ફરજ નિભાવી રહ્યા છે.

સિહોર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગોહિલની કે જેમણે સિહોર સાથે ભાવનગર પાલીતાણા સોનગઢ સહિતના પોલીસ મથકોમાં ફરજ નિભાવી છે. જેમની ખાખી બેદાગ છે કર્તવ્યનિષ્ઠ અને લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા અર્જુનસિંહની પ્રમાણિકતા અને નિષ્ઠાનું ફળ ઈશ્વરે બે બે દિકરાના રૂપમાં આપ્યું છે. આ કોરોના મહામારીમાં અર્જુનસિંહ સિહોર પોલીસ મથકમાં રાત દિવસ પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તેમના એક દીકરા જયરાજસિંહ ગોહિલ બોટાદ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે અને બીજા નાના દિકરા ડો.અજયરાજસિંહ ગોહિલ ભરૂચ ના સિસોદર P.H.C માં પોતાની ફરજ બજાવી રહ્યા છે.

એટલે આ પરિવારનું જોઈએ તો કોરોના સામેની મહામારીમાં જે મહત્વના વિભાગો છે તેમાંના ત્રણે વિભાગોમાં આ પરિવાર ના પિતા પુત્રો પોતાની ફરજ નીડર થઈને નિભાવી રહ્યા છે. પોલીસ, પ્રશાશન અને આરોગ્ય ત્રણે મહત્વના વિભાગોમાં સિહોર પોલીસ મથકના અર્જુનસિંહના પરિવાર કોરોના સામે દેશ માટે લડી રહ્યું છે તે ખરેખર સિહોર માટે ગૌરવની વાત છે. અર્જુનસિંહ પોતાના ફરજકાળમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ખૂબ કામ કરેલું છે. ત્યારે એક કહેવત અહીં સાર્થક થાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે તેમ અર્જુનસિંહના બંને દિકરાઓ પ્રમાણિક અને નિષ્ઠાથી પોતાના હોદા ઉપરથી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે બધા સાથે મળી કહેશું..આ ખાખી પરિવાર પર ગૌરવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here