સિહોર સહિત જિલ્લામાં માસ્ક ફરજીયાત : બનાવવા તજવીજ : સાંજે રાત્રે અથવા કાલે સત્તાવાર જાહેરાત થશે

હરેશ પવાર
અમદાવાદમાં આવતી કાલથી માસ્ક ફરજીયાત બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કરેલ છે તેને પગલે સિહોર સહિત જિલ્લામાં પણ માસ્ક ફરજીયાત બનાવવા માટે તંત્રએ તૈયારી કરી લીધાનું જાણવા મળેલ છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ઘણા રાજયો લોકડાઉન વધારવાની હિમાયત કરી ચુકયા છે. ત્યારે લોક ડાઉનનો સમય પણ ૩૦ એપ્રિલ સુધી લંબાય તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે. માત્ર કેન્દ્ર દ્વારા વડાપ્રધાન શ્રી જાહેરાત કરે તેની ઘડીઓ ગણાય રહી છે. તેવા સંજોગોમાં સિહોર સાથે જિલ્લામાં પણ સાવચેતી રૂપ કડક પગલા ભરવાનું વલણ અપનાવાશે અને તેના ભાગ રૂપે સિહોરમાં પણ અમદાવાદની જેમ માસ્ક ફરજીયાત બનશે તેમ જણાય રહ્યું છે.માત્ર સત્તાવાર જાહેરત બાકી હોવાનું નજીકના સૂત્રો જણાવી રહ્યા છે આજે સાંજે રાત્રે અથવા આવતીકાલે માસ્ક ફરજીયાતની સત્તાવાર જાહેરાત થાય તેવી પુરી શક્યતાઓ રહેલી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here