કોરોનાની વિશ્વિક મહામારી સામે આંબેડકર જયંતીના દિવસે એક પણ કાર્યક્રમ નહિ કરવા દલિત સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય, ૧૪મી એ રાત્રે ૯ વાગે મીણબત્તી પ્રગટાવી જન્મ જયંતિ ઉજવવા આહવાન

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, હવે આની ઝપેટમાં દેશના તમામ વર્ગો સાથે ખાસ કરીને મજૂર પરિવારોની હાલત કફોડી બની છે જોકે તેમને આ બીમારી લાગુ પડી ન હોવા છતાં તેઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. અનેક પરિવારોનું જીવન વેન્ટિલેટર પર આવી ચૂક્યું છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી થયેલાં લોકડાઉનથી પ્રત્યેક વ્યક્તિ ખરાબ રીતે ફસાયો છે, ભય અને અસુવિધાની વચ્ચે તેઓ અટવાઈ ચૂક્યા છે વિશ્વભરમાં ફડફડાટ ફેલવતો કોરોના વાયરસ માનવજાત સામે પડકાર ફેંકી રહ્યો છે આ તમામ બાબતો વચ્ચે સિહોર દલિત સમાજ દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે અને આવતી ૧૪મી એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીના દિવસે એક પણ જાહેર કાર્યક્રમ નહિ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

દર વર્ષે દલિત સમાજ દ્વારા આંબેડકર જયંતીના દિવસે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમનું આયોજન આ દિવસે થતું હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારી વચ્ચે કાર્યક્રમ નહીં ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે સમી સાંજે માવજી સરવૈયાના ઘરે મળેલી દલિત સમાજના આગેવાનો મળેલી એક બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે અને આંબેડકર જન્મ જયંતિ પર ઉજવાતા તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આંવી છે તદ્દઉપરાંત સમાજના દરેક લોકો ૧૪મી એ રાત્રે ૯ વાગે મીણબત્તી પ્રગટાવી બાબા સાહેબની જન્મ જયંતિને પોત-પોતાના ઘરમાં ઉજવવા આહવાન કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here