એક વર્ષના સમયગાળા માં ખૂબ જ કામગીરીમાં રહીને પ્રાંતના અનેક પ્રશ્નો હલ કર્યા હતા-એક સારા અધિકારી ની ખોટ વર્તાશે સિહોર ને
મિલન કુવાડિયા
ગુજરાત સરકારે બુધવારે મોડી સાંજે ગુજરાત વહિવટી તંત્રના ૧૦૦ જેટલા અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા સિહોર પ્રાંત અધિકારીશ્રી ગોકલાણી કે જેમનું નામ જ એમનો પરિચય આપી દે છે. રાત દિવસ જોયા વગર પોતાની ટિમો સાથે ગામડાઓ ખૂંદી ખૂંદી ને લોકોની સમસ્યાઓ ને સાંભળીને બજે એટલું ઝડપી નિરાકરણ લાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા છે. સિહોર પ્રાંત માટે હજુ ખૂબ કામ કરવું હતું આ શબ્દો ગોકલાણી સાહેબના છે.
એક વર્ષનો ખૂબ સારો સમયગાળો સિહોર માટે રહ્યો હતો. સરકારી કર્મચારી લોકોના લાડીલા થાય તેવું ભાગ્યેજ જોવા મળે ને એ આપણા સિહોરમાં જોવા મળ્યું હતું. ગોકલાણી સાહેબને સિહોરની પ્રજાએ પોતાના માની લીધા હતા. તેમની કામગીરી માં હંમેશા સહકાર સાથ આપ્યો હતો. આજે રાજ્યમાં પ્રાંત અધિકારી ની બદલીઓ કરવામાં આવી હતી. ત્યારે સિહોર માટે ભલે દુઃખના સમાચાર કહેવાય પરંતુ ગોકલાણી સાહેબને એક મોટા જિલ્લા માં પુરવઠા અધિકારી તરીકે નિયુક્તિ અપાઈ છે તો એ પણ એક ખુશીના સમાચાર સિહોરની જનતા માટે છે.
પ્રાંત અધિકારી ગોકલાણી સાહેબ જેવા કર્મચારી કે જે લોક સેવક તરીકે ઉભરી આવ્યા હતા. ખરેખર એમને સિહોર માટે ખૂબ કામગીરી કરી છે એમની ફરજ ને સંપૂર્ણપણે કર્તવ્ય નિષ્ઠા સાથે દાખવી છે. આવા સારા અધિકારીઓ ભાગ્યેજ મળતા હોય છે. સાહેબ વડોદરા ખાતે પુરવઠા અધિકારી તરીકે ખૂબ સારી કામગીરી કરીને ખૂબ જ નામના મેળવે તેવી શુભેચ્છાઓ..