ત્રણ ઉચ્ચ અધિકારીઓની સૂઝબૂઝથી સિહોર સુરક્ષા હેઠળ હેમખેમ છે

હરેશ પવાર
દેશમાં લોકડાઉન નો પહેલો તબક્કો પુરા થવાને એક દિવસ આડો છે. ત્યારે આ લોકડાઉનમાં પ્રજાની સુરક્ષા માટે તમામ પ્રશાસન કર્મચારીઓએ ફરજ નિભાવીને રંગ રાખી દીધો છે મિત્રો. લોકડાઉન ના અમલ માટે પ્રજાને સુરક્ષા પુરી પાડવા માટે ખાખીએ અડીખમ ફરજ નિભાવી છે. એક હાથમાં ફરજની લાકડી રાખી હતી તો બીજા હાથમાં પ્રજાની સેવા ચાકરી હતી. સિહોરમાં પણ પી.આઇ કે.ડી.ગોહિલ, રણજિતસિંહ પરમાર અને પીએસઆઇ જયશ્રીબહેન પરમાર ત્રણે અધિકારીઓ એ પોતાની ટિમો સાથે સમગ્ર સિહોર તાલુકામાં લોકડાઉનની અમલવારી કડક પણે કરાવી હતી.

પોઇન્ટ ઉપર ઉભેલી પોલીસ ને પ્રજાની સલામતીની ચિંતા હતી મનમાં ડર હતો કે કોરોના વાયરસ ફેલાઈ જશે તો તેના સંક્રમણ અટકાવો અઘરો પડી જશે એ માટે પોલીસ લાલ આંખ કરીને પ્રજાને રોકતી હતી ટોકતી હતી પણ ત્યારે આ પ્રજાને માઠું લાગી જતું હતું.પણ પ્રજાને ખબર નહોતી કે પોલીસ પોતાના પરિવારને મૂકીને કઈ દિશામાં જોખમ ફરી ફરજ રસ્તા ઉપર ઉભો રહીને નિભાબતો હતો તેની કલ્પના કરોને સાહેબ તો પણ હૃદય કંપી જાય. સિહોરમાં પોલીસ અધિકારીઓ અને તેમની સંપૂર્ણ ટીમે અડીખમ રહીને સિહોરની ફરતું અડીખમ રક્ષા કવચ ઉભું કરી દીધું હતું.

પોલીસની આ લોખંડી દીવાલ પાર કરવી કોરોના વાયરસ માટે કપરું હતું. ફરજ સાથે સેવાની મહેક પણ સિહોર પોલીસે મહેકાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ પોતાની આસપાસના નાના અને ગરીબ માણસોની જરૂરિયાતને યાદ કરીને તેમની સુધી જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડી હતી. ખરેખર પોલીસનું આ એક અલગ રૂપ થી લોકો સારા આકર્ષાયા છે. જે પોલીસ ને જોતા મનમાં ખૂનન્સ આવી જતું એ જ પોલીસને આજે રસ્તાઓ ઉપર ઉભી રહી જોઈને મનમાં એના પરિવાર માટે પ્રાર્થના થઈ જ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here