અંદાજે ૧૫૦૦ જરૂરતમંદોને બંન્ને સમય પહોંચાડાય છે ભરપેટ ભોજન, સેવા સમિતિએ રંગ રાખ્યો

દેવરાજ બુધેલીયા
સૌરાષ્ટ્ર એટલે માયાળુ મલક જ્યાં ભગવાન ને પણ ભૂલું થવું પડે એવા માનવીઓ નો મેળો. કોઈપણ આફત આવે સેવાભાવીઓ આગળ આવીને સેવાયજ્ઞ ધમધમાટ શરૂ કરી નાખે છે.કોરોના મહામારીમાં બહાર ન નિકળી શકતા જરૂરત મંદો, વૃધ્ધો, નિરાધારો, શ્રમિકોને બન્ને સમય ભરપેટ ભોજન મળી રહે તે માટે સેવાભાવીઓ અન્નદાન – મહાદાનનો મંત્ર ગાંઠે બાંધીને દિવસ – રાત જોયા વિના બસ સેવાભાવનાથી કામગીરી કરી રહ્યાં છે. ઠેર-ઠેર રસોડા ધમધમી રહ્યાં છે. બીજી બાજુ રાહતફંડમાં પણ લોકો, દાતાઓ ધનરાશી ઠાલવીને સહયોગ આપી રહ્યાં છે. કોરોના વાયરસના ચેપને ફેલાવાથી રોકવા માટે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે.

જેનો આવતીકાલે અંતિમ દિવસ છે પ્રથમ તબક્કાનું લોકડાઉન પૂર્ણતાના આરે છે આ નિર્ણયના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે. જેથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય.આવામાં ગરીબ વર્ગના અને ભિક્ષાવૃત્તિ સાથે સાંકળયેલા લોકો પર આભ તૂટી પડ્યું છે અને તે ખાવા માટે વલખા મારી રહ્યા છે ત્યારે સિહોરની સેવા સમિતિ સેવાકીય સંસ્થા લોકોને મદદરૂપ બની રહી છે અહીંના આગેવાનોની દરિયાદિલી કોરોનામાં પ્રશંસા પાત્ર બની રહી છે. અને દરરોજ અંદાજે ૧૫૦૦ લોકોની રસોઈ બનાવવામાં આવી રહી છે.

આ સંસ્થાના કાર્યકરો અવિરત શ્રમદાન કરી રહ્યા છે. સિહોરમાં કોઈ ગરીબ જરૂરિયાત ભૂખ્યું સુવે નહીં તેની સંપૂર્ણ તકેદારી આ સંસ્થા કામ કરી રહી છે. જે ખરેખર પ્રશંસાને પાત્ર છે ત્યારે જરૂરિયાત લોકોએ સિહોર સેવા સમિતિ દ્વારા 9099045437, 9376752833, 9825736867, 9033196698, સેવાકીય નંબર જારી કરાયો છે તેના પર સંપર્ક કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here