સિહોર મુસ્લિમ મેમણ સમાજની દિકરી ડો.આશિયા હુનાણીને સણોસરા પીએચસી સેન્ટરમાં ફરજ પર મુકાઈ

શંખનાદ કાર્યાલય
કોરોના વિષાણુએ દેશભરમાં ભરડો લઈ રહ્યો છે. દેશમાં આજે લોકડાઉન નો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને આજે બીજો ૧૮ દિવસનો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે થઈને દેશનું પ્રશાસન રાત દિવસ લડી રહ્યું છે. બીજી તરફ તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપી ઝડપથી સ્વસ્થ કરવા માટે થઈને પોતાના જીવને જોખમમાં મૂકીને સેવા પૂરી પાડી રહ્યા છે.

સિહોરની મુસ્લિમ મેમણ સમાજની દીકરી ડો.આશિયા હુનાણી એમ.બી.બી.એસ મેડિકલ ઓફિસર તરીકે સણોસરા પી.એચ.સી સેન્ટરમાં ફરજ બજાવી રહી છે. ડો.આસિયા ડોકટરની ફરજ સાથે સ્પે.કોરોના સ્કેનમાં પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓની તપાસ કરવા તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન આપીને સતત સેવા નિભાવી રહી છે. તબીબ ક્ષેત્રમાં રાત દિવસ કોરોનાને અટકાવવા માટે થઈને તબીબો રિપોર્ટ અને ચકાસણી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here