સિહોરમાં મૂંગા પશુ પક્ષીઓ માટે જૈન પાંજરાપોળ સંસ્થા દ્વારા સિમેન્ટની ટાંકીઓ મુકવામાં આવી

દેવરાજ બુધેલીયા
એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે ગરમીના કારણે માણસ તો ઠીક મૂંગા પશુ પક્ષીઓની હાલત દયનિય બની છે આજે લોકડાઉન પાર્ટ ૧ પૂર્ણ થયું અને લોકડાઉન પાર્ટ ૨ શરૂ થયું છે જે ૩ મેં સુધી લંબાયુ છે ત્યારે સિહોરના વિવિધ વિસ્તારોમાં મૂંગા પશુઓ માટે પીવાના પાણી માટે ૬૦૦ લીટર પાણીની ક્ષમતા વાળી ૮ જેટલી સિમેન્ટની ટાકીઓ (હવેડા) મુકવામાં આવ્યા છે જેમનું આર્થિક યોગદાન સિહોર જૈન પાંજરાપોળ દ્વારા કરવામાં આવ્યું છે.

પાણીની ટાકીઓ લાવવા માટેનું શ્રમદાન અને સમગ્ર ઉનાળામાં સાફ સફાઈ અને પાણી ભરાવવાની જવાબદારી યુવા યુગ પરિવર્તન સંગઠને લીધી છે આ ટાકીઓ પાલીતાણાથી ખરીદવામાં આવેલ જેમને લાવવા માટે બંડીધારી ટ્રાન્સપોર્ટ(કરણભાઈ પરમાર) દ્વારા નિઃશુલ્ક પણે ટ્રાન્સપોર્ટ સેવાનું યોગદાન આપેલ,ઉનાળાના સમયમાં આ ટાકીઓ નિયમિત ભરાય તે માટે સિહોર નગરપાલિકા ટેન્કર વિભાગના (ભરતભાઇ ગઢવી) કર્મચારીઓએ બાંહેધરી આપેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here