નગર પાલિકા કર્મીએ વિડિઓ ઉતારી લીધો, આ યુવકો મુસ્લિમ હોવાનું સામે આવ્યું, ભાજપના જાગૃત ફરી મેદાનમાં આવ્યા, અહીં સવાલ એ છે કે મુસ્લિમ આગેવાનો કેમ બહાર આવતા નથી યુવાનોને સમજાવા કે સલાહો આપવા, કે માત્ર કેવાના જ આગેવાન છે.?

શંખનાદ કાર્યાલય
સિહોર નગરપાલિકા વિવાદો માટે પ્રખ્યાત છે. નબળો અને ગેરવહીવટ માં મોખરે છે અહીંના સતાધીશો જે અવારનવાર સામે આવી ગયું છે.આજે ભાજપના નગરસેવક અને એક જાગૃત નાગરિક દ્વારા પીવાના પાણીના ટાકામાં ફરી ગેરરીતિ નો વીડિયો જાહેર કરીને કૌભાંડ ઉઘાડું પાડી દીધુ છે. થોડા દિવસ પહેલા પીવાના પાણીના ટાકામાં મરેલા પ્રાણીને નાખી દેવાયું હતું જેને પાલિકા તંત્ર દ્વારા ઢાકવામાં આવ્યુ હતુ જેને ભાજપના દીપસંગભાઈ રાઠોડ દ્વારા જ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યું હતું.આજે સિહોર પાણીના પીવાના ટાકામાં ચાર યુવાન નાહવા માટે પડ્યા હતા અને એવું જાણવા મળ્યું હતું કે તે યુવકો મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે.

જેને લઈને સમગ્ર સિહોરમાં ચકચાર મચી જવા પામ્યો છે. એક તરફ બે દિવસ પહેલા સિહોરના મુસ્લિમ યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે આ યુવકો પીવાના પાણીના ટાકામાં ન્હાવા પડેલ નો વીડિયો સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જ્યારે બીજી તરફ સિહોરમાં મુસ્લિમ નેતાઓ અને આગેવાનો ચૂંટણી સમયે ખૂબ જ દેખાતા હોય છે ત્યારે આવા કપરા સમયે મુસ્લિમ સમાજમાં આવી રહેલા પોઝિટિવ કેસોને લઈને તેમને સમજાવવા માટે થઈને કેમ આગળ નથી આવતા એ પણ એક ચર્ચાનો વિષય થઈ ગયો છે.

પૈસા અને ખુરશી ના સગા પ્રજાના નથી એ આવી કટોકટીના સમયમાં તેમના ચહેરા પ્રજા સામે ખુલ્લા પડી રહ્યા છે સમાજના આગેવાનોએ લેભાગુ તત્વોને સમજાવા જોઈએ તેવી મુસ્લિમ સમાજ માંથી પણ માંગણી ઉઠી છે કારણે આવા લોકોને કારણે સમગ્ર મુસ્લિમ સમાજ બદનામ થાય છે અને સમાજના આગેવાનો માત્ર તમાશો જોઈને સમાજના આગેવાનો હોઈ તેવો દેખાડો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here