સિહોરમાં વોર્ડ નંબર ૧ માંથી ૫૧ હજારનું પીએમ રાહતફંડમાં અનુદાન કરાયું

દેવરાજ બુધેલીયા
કોરોના મહામારી સામે લડવા માટે થઈને શ્રમ દાન સાથે આર્થિક દાન પણ જરૂરી છે. ત્યારે ભાજપ દ્વારા રાજ્યમાં તમામ વોર્ડ વિસ્તારમાં ફંડ એકઠું કરવા માટે થઈને હાકલ કરવામાં આવી છે. ફૂલ નહિ તો ફૂલની પાખડી રૂપે સૌ કાર્યકર આગેવાનો દાન આપી રહ્યા છે. સિહોરમાં વોર્ડ નંબર ૧માં કોર્પોરેટર વી.ડી.નકુમ તથા અશોકભાઈ વાળા તથા સાથી કોર્પોરેટર દ્વારા એક લાખ રૂપિયાનું રાહતફંડ એકઠું કરી દેવામાં આવ્યું હતું. જેમાં ૫૧ હજાર રૂપિયાનું અનુદાન પ્રધાનમંત્રી રાહતફંડમાં તેમજ ૪૯ હજાર રૂપિયાની રાહત કીટ બનાવીને સિહોરમાં જરૂરિયાત લોકોને વિતરણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here