સાગર વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ માં અભ્યાસ કરે છે, સાગર સામાન્ય પરિવારમાંથી આવતો વિધાર્થી છે, વિદ્યામંજરી સંસ્થાના મોરડીયા વિધાર્થી સાગરની પાછળ વર્ષે એકાદ લાખ જેવી રકમ વાપરે છે

સાગરે નાની ઉંમરે અનેક મેડલો મેળવ્યા છે, ખૂબ જ હોશિયાર અને ઉત્સાહી છોકરો છે

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ-૧૨ કૉમર્સનો વિદ્યાર્થી વાઘેલા સાગર રમેશભાઈએ પુણે ખાતે આવેલ શિવાજી છત્રપતી સ્ટેડીયમ ખાતે આયોજીત થયેલ નેશનલ કક્ષાની ટાઈકૉન્ડો સ્પર્ધામાં ૪૫ થી ૫૫ કિલો વજનની ૧૯ વર્ષથી નીચેનાં સ્પર્ધકો માટેની સ્પર્ધામાં ભાગ લઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. આ સ્પર્ધાનું ઉત્તર કોરીયા કોનસુલ જનરલ કપ ૨૦૧૯ નામે આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ૨૦૦ થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

વાઘેલા સાગર રમેશભાઇએ ઘણા બધા સ્પર્ધકોને હરાવી ગુજરાત ટીમ વતી નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો. આ વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવી શાળા તેમજ રાજ્ય નું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીએ અગાઉ ન્યુ દિલ્લી ખાતે આવેલ તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત થયેલ ઇન્ટરનેશનલ કક્ષાની ટાઈકૉન્ડો સ્પર્ધામાં ૪૫ થી ૫૫ કિલો વજનની ૧૯ વર્ષથી નીચેનાં સ્પર્ધકો માટેની સ્પર્ધામાં ભાગ લઈ ગ્રાન્ડ માસ્ટર જીઓ ગીલે (ચેરમેન ઓર્ગેનાઇઝેશન ઓફ કોરીયા) નાં વરદહસ્તે ગૉલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

આ સ્પર્ધાનું ઇડસો થર્ડ કૂકકિવોન કપ ચેમ્પિયનશિપ ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટાઇકૉન્ડો ચેમ્પિયનશિપ – ૨૦૧૯ નામે આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ૩૨ થી વધારે દેશો નાં ૨૦૦૦ થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વાઘેલા સાગર રમેશભાઇએ યુ.એસ.એ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કોરીયા જેવા ૭ દેશોનાં સ્પર્ધક સાથે ફાઇટ કરી ઇન્ટરનેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમજ પૂર્વ દિલ્લી ડેવલોપમેન્ટ ઓથોરીટી ઑફ સ્પોર્ટ દ્વારા આયોજીત (રિપબ્લીક ઈન્ટર સ્કૂલ સ્પોર્ટસ ગાલા -2019) પૂર્વ દિલ્લી ખેલ પરીસર સ્ટેડિયમ ખાતે આયોજીત થયેલ નેશનલ કક્ષાની ટાઈકૉન્ડો સ્પર્ધામાં 45 થી 50 કિલો વજનની સ્પર્ધામાં ભાગ લઈ ગૉલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.

આ વિદ્યાર્થીએ અગાઉ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા આયોજીત 64મી નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર-19 માં છત્તીસગઢ મુકામે સ્પર્ધક તરીકે ભાગ લઈ મેડલ મેળવેલ હતો. આ વિદ્યાર્થીની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવવા બદલ શાળાનાં ટ્રસ્ટીશ્રી તેમજ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે. આ વિદ્યાર્થી ઉત્તરોતર પ્રગતિ કરે તેવી લાગણી શાળાનાં સંચાલકશ્રી પી.કે.મોરડીયા ઈચ્છી રહ્યા છે. કારણ કે આ વિદ્યાર્થીને અભ્યાસથી લઈ આર્થિક રીતે તમામ પ્રકારની જરૂરીયાત પુરી કરવા માટે તેમણે દત્તક લીધેલ છે અને અહીં સાગરની પ્રગતિ પાછળ વિદ્યામંજરીના મોરડીયા શંખનાદ સંસ્થાના મિલન કુવાડિયા કોંગ્રેસના યુવા અગ્રણી નૌશાદ કુરેશી સહિત મદદ કરતા યુવાનોને યાદ કરવા રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here