તલાટીઓ દ્વારા પાસે ઓનલાઇન કામગીરી પણ શરૂ, લોકોને રાહત

હરીશ પવાર
મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલને લઈ સિહોર મામલતદાર કચેરીના વિવિધ વિભાગોમાં અરજદારોની ભારે ભરમાર જોવા મળી રહી છે. જો કે કચેરીઓના રૂટિન કામગીરીને જાળવી રાખવા માટે સિહોર કચેરીના ૭ થી વધુ રેવન્યુ તલાટીઓને વિવિધ કચેરીઓનો કારભાર સોંપવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સરકાર સામે પડતર માંગણીઓ  સંદર્ભે મહેસુલી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ  કર્યા બાદ આજે ચોથા દિવસે પણ મહેસુલ વિભાગની હડતાળ યથાવત રહી છે

બીજી તરફ મહેસુલી કર્મચારીઓની કચેરીમાં ગેરહાજરીના કારણે ખોરવાયેલી સેવાઓને જાળવવા માટે સરકાર તરફથી પ્રયાસ હાથ ધરી ગતરોજથી રેવન્યુ તલાટીઓને નાયબ મામલતદારનો ચાર્જ સોંપવાનો આદેશ કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સિહોરમાં ૭ જેટલા રેવન્યુ તલાટીઓએ સોંપાયેલ કાર્યભાર અંતર્ગત આવકના દાખલા, ક્રિમિલેયર સર્ટિફિકેટ, નાના ખેડૂતના પ્રમાણપત્રો જેવી કામગીરીઓ હાથ ધરવામાં આવી છે જેથી અરજદારોમાં રાહત થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here