લોકડાઉનમાં દૈનિક આવક મેળવી ગુજરાન ચલાવતાં સિહોરના અનેક પરિવાર લોકોની હાલત કફોડી બની

હરેશ પવાર
વિશ્વવ્યાપી કોરોનાની મહામારીના પગલે હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતમાં પણ હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘણા લોકોને લોકડાઉનની પરિસ્થિતિમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સિહોરમાં પણ લોકડાઉનમાં દૈનિક આવક મેળવીને ગુજરાન ચલાવતા લોકોની હાલત દિનપ્રતિદિન કફોડી બની ગઇ છે ત્યારે જરૂરી સહાય નહીં મળતાં અનેક પરિવારોને પ્રાથમિક જરૂરીયાતો પ્રાપ્ત કરવા માટે ફાંફા મારવાની નોબત આવી છે ત્યારે આવા પરિવારો પ્રત્યે પણ સંવેદના દાખવીને સહાય કરવામાં આવે તો હાલની આ પરિસ્થિતિમાં તેમનું પણ યોગ્ય રીતે ગુજરાન ચાલી શકે તેમ છે.

સમગ્ર દેશમાં હાલ કોરોનાની મહામારીના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા તમામ લોકોને જરૂરી સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે આયોજન તો હાથ ધરવામાં આવ્યું છે પરંતુ અનેક પરિવારો એવા છે કે જેમની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે. ત્યારે છેલ્લા ત્રણ સપ્તાહથી વધુ સમયના લોકડાઉનના પગલે અનેક વેપાર ધંધા ઠપ્પ થઇ જવા પામ્યા છે. આ પરિસ્થિતિમાં દૈનિક આવક મેળવીને ગુજરાન ચલાવી રહેલાં અનેક પરિવારો હાલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. રોજીંદી આવક મેળવીને અંસખ્ય પરિવારો પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે વેપાર ધંધા બંધ હોવાના કારણે આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનની પરિસ્થિતિમાં અનેક સંસ્થાઓ દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરીને લોકોને સહાય તો કરવામાં આવે છે.

પરંતુ ઘણા એવા પરિવારો છે કે જે સહાય મેળવવા માટે પણ સંકોચ અનુભવતાં હોય છે. દૈનિક આર્થિક નાણાંકીય વ્યવહારો માટે પણ નાણાની જરૂરીયાત ઉભી થતી હોય છે ત્યારે વેપાર ધંધો બંધ હોવાના કારણે કોઇ પ્રકારની આવક પણ આ પરિવારોને પ્રાપ્ત થઇ શકતી નથી. જેથી હાલમાં અનેક પરિવારોને પુરતી સહાય મેળવવા માટે ફાંફા મારવાની નોબત આવી છે. આમ સલુન, મોચી, ગેરેજ, ધોબી, દરજી સહિત અનેક વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકોની હાલત દિનપ્રતિદિન આજીવિકા નહીં મળવાના કારણે કથળી રહી છે ત્યારે આવા પરિવારો પ્રત્યે સંવેદના દાખવીને સહાય કરવામાં આવે તો હાલની લોકડાઉનની જે પરિસ્થિતિ છે તેમનું પણ યોગ્ય રીતે ગુજરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here