સિંહોરના લીલાપીર વિસ્તારમાં મારામારી સર્જાતા યુવાનને ગંભીર ઇજા, લોકડાઉન માં પણ લોકોને શાંતિ નથી

શંખનાદ કાર્યાલય
સિહોરના લીલાપીર વિસ્તારમાં ઢળતી સાંજે બે શખ્સ વચ્ચે મારામારી સર્જાતા મામલો ગંભીર બની ગયો હતો. મળતી વિગતો મુજબ લીલાપીર વિસ્તારમાં સાંજે નજીવી બાબતને લઈને યુવાન તલવાર લઈને ઘસી આવતા મારામારી ના દ્રશ્યો ઉભા થઇ ગયા હતા. અહીં મારામારીઆ સેજાદ આસિફભાઈ ડોડીયા ઉ.વ.૨૦ ને માથાના ભાગે તલવારનો ઘા વાગતા તાત્કાલિક સરકારી દવાખાનામાં ખસેડેલ જ્યારે હસીના ફારૂકભાઈ ડોડીયા તેમજ તન્વીરા ફિરોજભાઈ ડોડીયા બંને ઉ.વ.૧૨ ની બાળકીઓને મૂઢ માર મારતા તેને પણ સારવાર માટે ખસેડેલ. અહીં સામાં પક્ષે માર મારનાર ઈસમો માં જુનેજ કાજી, સૂફીક કુરેશી અને અબ્બાસ કાજી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળેલ. પોલીસ ઘટનાને લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here