સિહોરના ચૌહાણ પરિવાર દ્વારા ગરમાં ગરમ નાસ્તાનું આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સિંહપુરની ધરતીમાં ધમ-ધોકાર સેવાયજ્ઞો ચાલે છે અનેક સ્વૈચ્છીક સંસ્થાઓના કાર્યકરો સ્થાનિક અગ્રણીઓના સહયોગથી કામે લાગી ગયા છે સિંહપુરની ધરતીમાં જ્યાં કુદરતી આપતિના સમયમાં લોકો હરહંમેશ સેવાકાર્ય માટે દોડી જતા હોય છે. દુષ્કાળ હોય કે પુરની આફત, ભૂકંપ હોય કે વાવાઝોડું કોઈપણ કુદરતી દુર્ઘટનામાં સેવાભાવી નિસ્વાર્થ સંસ્થાઓ સ્વયંસેવકો અને કર્મઠ કર્મચારીઓની આહલેક ગુંજતી રહી છે. કોરોનાની મહામારીના સમયકાળમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી ધંધા-રોજગાર બંધ રહ્યા છે.

ત્યારે ગરીબ પરિવારોના જઠરાગ્નિને તૃપ્ત કરવા તેમજ કોઈની પાસે તેઓને હાથ લંબાવવો ન પડે તે સ્થિતિ ઊભી કરીને તેઓને સન્માન પૂર્ણ જીવન આપવાનો એક પ્રયાસ ગામે-ગામ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા થઈ રહ્યો છે.ત્યારે સિહોરના જાણીતા ઠાકોર સમાજના નેતા અને અગ્રણી ચૌહાણ પરિવાર દ્વારા સિહોરના અસંખ્ય લોકો માટે ગરમાં-ગરમ નાસ્તાનું આયોજન કર્યું હતું અને સૌને પટભેર નાસ્તો કરાવી જઠરાગ્રી ઠારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here