સિહોરના પાણી સપ્લાય ટાકાંઓ પર ત્રણ પાળીઓમાં કર્મચારીઓ કામ કરે છે..ચકલું પણ શું ફરકે, કર્મચારીની ધોર બેદરકારી – મુકેશ જાની

દેવરાજ બુધેલીયા
સિહોરમાં ગઈકાલે પીવાના પાણીના ટાંકાઓમાં કેટલાક યુવાનો ન્હાવા પડયાના વિડિઓ વાઇરલ થયા બાદ ભારે ચકચાર મચી ગઇ છે હજુ થોડા દિવસો પહેલા પીવાના પાણીમાં મરી ગયેલ જાનવર નાખી જવાનો મામલો શમ્યો નથી ત્યાં ફરી સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દેતો વાયરલ થયેલ વિડીઓના કારણકે વિપક્ષ ફરી મેદાનમાં આવ્યું છે વિપક્ષના કોંગ્રેસના નગરસેવક મુકેશ જાનીનું આ મામલે સત્તા પક્ષ પર આકરા પ્રહારો કરીને જણાવ્યું હતું કે આ સત્તામાં બેઠેલા લોકો નૌટંકીઓ છે નાટકો અને તાયફાઓ કરવામાં માને છે દરેક ભુલો અને ઘટનાઓમાં ઢાકપિછોડો કઈ રીતે કરવો એ અહીંથી શીખવા જેવું છે.

હજુ થોડા દિવસ પહેલા પાણીના ટાંકામાં કોઈ જાનવર નાખી ગયું ત્રણ દિવસ બાદ વિપક્ષ અને સાથે શાસક સભ્યોને આ બાબતની જાણ થઈ બાળના સમગ્ર ઘટના ઉજાગર થયા બાદ માત્ર પોલીસમાં ફરિયાદો આપીને સંતોષ માની લેવાયો હતો તેવું જાનીએ જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે ગઇકાલે જે ઘટના બની તેમાં ફરી કર્મચારીઓની બેદરકારી સામે આવી છે પાણી સપ્લાયના દરેક ટાંકાઓ પર ત્રણ પાળીમાં કર્મચારીઓ કામ કરે છે અને ગઇકાલે જ લોકો ન્હાવા પડ્યા હોય તેવું નથી આવું વારંવાર બને છે પરંતુ ગઈકાલે જે વિડિઓ વાઇરલ થયો જેના હિસાબે સમગ્ર મામલો બહાર આવ્યો છે અને ગઈકાલ સાંજે ફરી આ મામલે ઇમરજન્સી બેઠક બોલાવીને માત્ર ફરી ફરિયાદોના નાટકો શરૂ કર્યા છે.

મુકેશ જાનીએ વધુમાં કહ્યું કે અહીં કર્મચારીઓની બેદરકારીઓ છે કર્મીઓ ફરજ પર હોઈ ટાકાઓ આજુબાજુ ચકલું પણ શું ફરકી શકે.? અહીં અવારનવાર લોકો ન્હાવા પડે છે પરંતુ ગઈકાલે થયેલ વિડિઓ વાઇરલ બાદ ફરી કર્મચારીઓની બેદકારીઓ ખુલ્લી પડી છે અને તાયફાઓ નૌટંકી સત્તાધીશોમાં સિહોરની પ્રજા રામભરોસે છે તેવું જાનીએ મીડિયા સમક્ષ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here