સિહોર શહેરમાં એક અઠવાડિયામાં બનેલી બે ઘટનાઓ દુઃખદ – જયદીપસિંહ ગેલોર્ડ

હરેશ પવાર
સિહોરમાં છેલ્લા અઠવાડિયામાં બનેલી બે ઘટનાઓએ રાજકારણમાં હડકંપ લાવી દીધો છે ત્યારે સિહોર કોંગ્રેસના જયદીપસિંહ ગોહિલે બન્ને ઘટનાઓને વખોડી દુઃખ વ્યક્ત કર્યું હતું જયદીપસિંહ જણાવ્યું હતું કે અગાઉ થોડા દિવસ પહેલા પાણીના ટાંકા કોઈ જનાવર નાખવાની ઘટનાને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી હતી ગઈકાલે જે પાણી સપ્લાયના ટાંકામાં ન્હાવા પડેલ યુવકનો વિડિઓ કર્મચારીએ બનાવીને વાઇરલ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો જે કર્મચારીની કામગીરી બિરદાવવા લાયક છે તેવું જયદીપસિંહ કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રથમ બનેલી ઘટનામાં કોંગ્રેસ પક્ષે પોલીસ ફરિયાદની માંગણી હતી અને બાદમાં પોલીસમાં ફરિયાદ થઈ હતી જોકે કર્મચારી પાસે ફરિયાદ પોલીસમાં અપાઈ હતી તેના કરતા પાલિકા પ્રમુખ અને ચીફઓફિસર દ્વારા પોતાના નામથી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હોત..તો વધુ અસરકારક સાબિત થાત..તેવું જયદીપસિંહે કહ્યું હતું જ્યારે ગઈકાલે કર્મચારીએ વિડિઓ બનાવી સમગ્ર ઘટના બહાર લાવ્યા છે તે બિરદાવવા લાયક છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને જ્યાં જ્યાં પાણી સપ્લાય કરવામાં આવતા ટાંકાઓ પર સીસીટીવી મુકવામાં આવે તેવું કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here