સિહોરમાં અનેક લોકોએ રોજે રોજનું રળી ખાતાએ કપરા સમયમાં ટકી રહેવા રોજગાર બદલ્યા

બ્રિજેશ ગૌસ્વામી
૨૧ દિવસના લોકડાઉન પુણ્ય બાદ લોકડાઉન પાર્ટ ૨ની ઉપાધી, કેટલાક રીક્ષા ચાલકોએ રીક્ષાનો વ્યવસાય શાકભાજી વેચાણમાં તબદીલ કર્યો.કોરોના મહામારી સામેની લડાઇમાં ૨૧ દિવસના લોકડાઉન બાદ ૧૯ દિવસનું પાર્ટ ૨ લોકડાઉન જાહેર કરાયુ છે પ્રથમ લોકડાઉનના પ્રારંભના દિવસો બાદ કરતા પાછલા દિવસોમાં સદંતર ધંધા રોજગાર અટકી પડતા જીવન જરૂરી વસ્તુ માટે ખુલ્લુ રહેતા કેટલાક લોકોએ રાતોરાત પોતાનો વ્યવસાય પણ બદલી નાખવાની નોબત આવી છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારે એકમાત્ર ઉપાય લોકડાઉન કરાયું છે અને જાહેર રસ્તા ગલીઓ સુમસામ બની જવા પામી છે.

લોકો ઘરમાં સુરક્ષીત રહેવા મજબુર બન્યાં છે પરંતુ આવશ્યક ચીજવસ્તુઓનો વેપારમાં છુટછાટ ચોક્કસ સમય મર્યાદા માટે અપાઇ છે. જો કે, લોકડાઉનની અસર દરેક ધંધા-રોજગાર ઉપર પડી છે ત્યારે સતત ૨૧ બાદ ૧૯ દિવસના લાંબા સમયગાળાના કારણે રોજે રોજનું રળી ખાતા કારીગર વર્ગ કે રીક્ષા ચાલકોને પણ હાલ ભારે કપરા દિવસોનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ કોઇ વ્યક્તિનું આવન જાવન બંધ હોવાથી રિક્ષા ચાલકોની રોજીંદી આવક સ્થગિત થવા પામી છે ત્યારે કેટલાક રીક્ષા ચાલકોએ જે વસ્તુમાં છુટછાટ છે તેવી શાકભાજીનો વેપાર કરવાનું શરૂ કરી દીધુ છે.

પોતાનો મુળ વ્યવસાય બદલી નાખી સવારના ચોક્કસ સમયની છુટછાટમાં રળાય એટલું રળી ફરી ઘરમાં બેસી જાય છે. તો કારીગર વર્ગ પણ પોતાની આજીવીકા ચલાવવામાં મુશ્કેલી અનુભવાઇ રહી છે અને આ વર્ગનું કામ અટકી જતા ઘરોમાં રહેલ ઇલેક્ટ્રીકલ સાધનો અને અન્ય રિપેરીંગ વગર લોકોને રોડવવાનો વારો આવ્યો છે અને બીજી તરફ આ મહામારીને માત આપવા લોકડાઉન સીવાય અન્ય ઉપાય પણ ન હોય ભારે કફોડી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here