તક સાધુ વેપારીઓ દ્વારા વધારે પૈસા પડાવાય છે, ઘણી વસ્તુઓમાં છપાયેલી પ્રિન્ટથી પણ વધુ ભાવ લેવાતા હોવાની રાવ

હરેશ પવાર
લોકડાઉનના પગલે જીવનજરૃરી વસ્તુઓના દુકાન ધારકોને મુક્તિ મળતા અમુક કરિયાણાના દુકાનાધારોકો દ્વારા ખાદ્ય સામગ્રીમાં મરજી મુજબના ભાવ લેવાતા હોવાની બુમ ઉઠી છે. ત્યારે ખાદ્ય સામગ્રીની વસ્તુઓના ભાવો નિયત કરાય એ જરૂરી છે. લોકડાઉનના કારણે અમુક તક સાધુ વેપારીઓ ખાદ્ય સામગ્રીની વસ્તુઓના ભાવમાં ફાવે એ રીતના ભાવ લેવાય છે. અને સમગ્ર સિહોર સાથે તાલુકામાં આ સમસ્યા વકરી છે. ત્યારે અમુક વસ્તુઓના ભાવ ફિક્સ કરવામાં આવે એ જરૃરી બન્યું છે. જેાથી ખરીદી કરનાર મધ્યમવર્ગની હાલત વસ્તુઓના ઉંચા દામ ન ચુકવવા પડે. હદ તો ત્યાં થાય છે.

અમુક વસ્તુઓના પેકીંગમાં પ્રિન્ટ કરેલી કિંમતાથી પણ વધુ ભાવ લેવાય છે અને જો ગ્રાહક પુછા કરે તો અમુક વેપારીઓ દ્વારા પુરવઠો ઓછો હોવાથી ના છુટકે ભાવ વધારો કરવો પડયો હોવાનું જણાવે છે. અમુક વેપારીઓ દ્વારા બે રોક-ટોક ખુલ્લે આમ વધુ ભાવો સાથે વેંચાણ કરી રહ્યા છે. ડબલાથી દોઢ ઘણી કિંમત લેવી એ કેટલું યોગ્ય છે.? ગરીબ વર્ગને સરકાર પણ સહાય કરે છે અને સામાજિક સંસૃથાઓ દ્વારા પણ મદદરૃપ થવાય છે. ત્યારે મધ્યમવર્ગ ખુલ્લેઆમ લુંટાય છે. આ બાબતે સત્વરે આવા લેભાગુ વેપારીઓ સામે ધામ બેસાડતી કામગીરી કરાય એવી લોક માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here