જબ ભી જી ચાહે ઘર સે નિકલ જાતે હૈ લોગ, અમુક લોકોને શરમ જ નથી, લોકડાઉન ભંગના વધુ ૫ પકડાયા – ૫ વાહન ડિટેયન – ૧૮૦૦ નો દંડ

હરેશ પવાર
કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હોઇ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે થઇને દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન હતું, જે પૂરું પુરૂ થયા પછી વડાપ્રધાનશ્રીએ વધુ ત્રીજી મે સુધી લોકડાઉન જાહેર કર્યુ છે. લોકોને ઘરમાં જ રહેવા અને સુરક્ષીત રહેવા અનુરોધ કર્યો હતો. સિહોર શહેર પોલીસે લોકોને સતત ઘરમાં રહે એ માટે થઇને રાતદિવસ ચેકીંગ કર્યુ છે અનેક વાહનો ડિટેઇન કરી કારણ વગર રખડવા નીકળનારાઓની ધરપકડો પણ કરી છે. ફરીથી આ કામગીરી શરૂ થઇ ચુકી છે. આ વખતે પોલીસનું વલણ વધારે કડક બન્યું છે.

અમુક લોકોને ઘરમાં રહેવું ગમતું જ નથી અને કોરોનાનો ડર-ફિકર નથી. આવા લોકો ગંભીર જોખમ ખેડી કોઇપણ જાતના ઇમર્જન્સી કે મહત્વના કામ વગર જ બહાર આટાફેરા કરવા નીકળી પડે છે. પોલીસ સતત આવા લોકોને પકડી ગુના નોંધી ધરપકડ કરી વાહનો પણ ડિટેઇન કરે છે. છતાં લોકો સુધરતા નથી, શરમ કરતાં નથી. આજે સવારથી સિહોર પોલીસ વધુ કડક બની છે જેમાં ૧૪૪ નો ભંગ કરનાર ૫ ઝડપાયા છે..૫ વાહન ડિટેયન થયા છે..જ્યારે ૧૮૦૦ રૂપિયાનો દંડ વસુલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here