ભારે ભીડના કારણે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય, વિસ્તાર વાઇઝ લોકો બન્ને અલગ અલગ માર્કેટમાં ખરીદી કરી શકશે

હરેશ પવાર
કોરોના વાયરસ લોકડાઉનને લઈને સિહોરમાં ક્રિકેટ છાપરી મેદાનમાં શાકભાજી અને ફ્રૂટના વેચાણ માટે માર્કેટ ઉભી કરવામાં આવી હતી. ત્યારે સિહોરના ગરીબશાપીર વિસ્તાર, એકતા સોસાયટી, કરકોલીયા રોડ રામનાથ સહિતના વિસ્તારોમાં રહેતા રહીશો ને માટે આવતીકાલે એટલે તા.૧૮/૪/૨૦૨ થી સિહોરના રેસ્ટ હાઉસ પાસે આવેલ હેલિપેડ મેદાનમાં બીજી શાકભાજીની માર્કેટ શરૂ કરવામાં આવશે. જેથી હવે ક્રિકેટ છાપરીની શકભ માર્કેટમાં નવાગામ, પાચવડા, સ્ટેશન વિસ્તાર, ગુંદાળા વગેરે સહિતના નજીકના લોકોને ખરીદી કરવાની રહેશે.

નગરપાલિકા દ્વારા લોકોને છેક ક્રિકેટ છાપરી મેદાનમાં ખરીદી કરવા આવું ન પડે તે માટે રેસ્ટ હાઉસ સહીતના આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારે ભીડના કારણે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે વિસ્તાર વાઇઝ લોકો અલગ અલગ માર્કેટ ખાતે લોકો ખરીદી કરી શકશે તેવું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here