ઝડપી રસોઈ કરવા અદ્યતન મશીનોનો સદઉપયોગ કરાઈ રહ્યો છે

દેવરાજ બુધેલીયા
કોરોના લોકડાઉન બીજો ભાગ શરૂ થઈ જતા સમગ્ર દેશમાં મધ્યમ વર્ગને તથા નાના અને ગરીબ માણસોને વધુ હાલાકી ઉઠાવી રહી પડી છે. ત્યારે દેશમાં અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવીને ગરીબ લોકો માટે બે સમયના ભોજનની વ્યવસ્થા કરી રહી છે. ત્યારે સિહોરમાં પણ સેવાકીય સંસ્થાઓ સતત લોકડાઉન શરૂ થયું ત્યારથી લોકોની સેવામાં લાગી પડી છે. સિહોરના ગૌતમેશ્વર મહાદેવ મંદિર દ્વારા પણ અન્નક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે.

ચારસો પાંચસો માણસની રસોઈથી શરૂ કરેલ રસોડામાં આજે અંદાજે બારસો માણસ માટે રોજ જમવાનું બનાવામાં આવી રહ્યું છે. શ્રી ગૌતમેશ્વર મહાદેવ દ્વારા શરૂ કરાયેલ અન્ન ક્ષેત્રમાં ઝડપી રસોઈ બનાવવા માટે થઈને અદ્યતન મશીનોનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. લોકોની સેવામાટે અહીં અન્નપૂર્ણા નો ભંડાર ખુલો કરી દેવામાં આવ્યો છે. હરરોજ બપોરે અહીંથી લોકો માટે ભોજન અલગ અલગ જરૂરિયાત વાળા વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here