જાહેરનામનો ભંગ કરનાર ૫ ઝડપાયા, ૪ વાહનો ડિટેયન

હરેશ પવાર
સિહોરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનનું જાહેરનામુ અમલમાં હોવા છતા અનેક લોકો લોકડાઉનના નિયમોનો ભંગ કરી રહ્યા છે. આજે પોલીસે લોકડાઉનની અમલવારી માટે અલગ સ્થળેથી લોકડાઉનનો ભંગ કરનાર ૫ શખ્સોને ઝડપી લીધા હતા ૪ બાઇકો ડિટેયન કરી છે અમુક લોકોને ઘરમાં રહેવું ગમતું જ નથી અને કોરોનાનો ડર-ફિકર નથી. આવા લોકો ગંભીર જોખમ ખેડી કોઇપણ જાતના ઇમર્જન્સી કે મહત્વના કામ વગર જ બહાર આટાફેરા કરવા નીકળી પડે છે. પોલીસ સતત આવા લોકોને પકડી ગુના નોંધી ધરપકડ કરી વાહનો પણ ડિટેઇન કરે છે. છતાં લોકો સુધરતા નથી, શરમ કરતાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here