પાણીના વાલની પારાયણ – સિહોર વોર્ડ નં ૧ ના ગુરૂકુળ પાછળ રહીશો વચ્ચે વિવાદ

હરેશ પવાર
ઉનાળો આકરો બન્યો છે ગરમીથી લોકો અકળાઈ ઉઠ્યા છે તડકાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેની વચ્ચે સિહોરમાં પાણીની પારાયણો શરૂ થઈ છે સિહોર વોર્ડ નં ૧ માં સમી સાંજે મહિલાઓ અને રહીશો પાણીના વાલ ચાલુ અને બંધ રાખવા વિવાદ સર્જાયો હતો પાણી લો પ્રેસરથી આવતું હોવાને કારણે મહિલા દ્વારા વાલ બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી જેના કારણે વિવાદ ઉભો થયો છે સિહોરના રેલવે ફાટક પાસે ગુરુકુળ પાછળ આવેલ સોસાયટી વિસ્તારોમા આજે સમી સાંજે પાણી પ્રેસર ધીમું હોવાથી મહિલાઓ દ્વારા ત્યાં આવેલ એક પાણીનો વાલ બંધ કરવાની માંગણી કરી હતી જેના કારણે હાલ વિવાદ થયો છે અહીં મૂકવામાં આવેલ પાણીનો વાલ ચાલુ હોવાના કારણે પાણી પ્રેસર ધીમું હોવાથી મહિલાઓમાં આક્રોશ ફેલાયો છે જોકે મહિલાઓ દ્વારા પાણીનો ચાલુ વાલ બંધ કરવા માટેની રજૂઆત નગરસેવકોને ટેલીફોનિક વાતચીતમાં કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here