શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયા પર થયેલ પોલીસ ફરિયાદને લઈ સિહોરની જાણીતી સંસ્થા હનુમાનધારા સેવા સમિતિ દ્વારા આવેદન આપી રજુઆત કરી

હરેશ પવાર
સિહોરની જાણીતી સંસ્થા શંખનાદ સમાચાર જેના સંચાલક મિલન કુવાડિયા વિરુદ્ધ થયેલ પોલીસમાં ફરિયાદને લઈ રજુઆતનો દોર શરૂ થયો છે પરમ દિવસે તા.૧૬/૪/૨૦૨૦ ના રોજ એક સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કરાયો હતો આજે સ્થાનિક સંસ્થા દ્વારા આ મામલે સિહોરના નાયબ કલેકટરને રજૂઆતો થઈ છે સિહોર શ્રી હનુમાનધારા સેવા સમિતિ, શ્રી માતૃકુપા રામદૂત અન્નક્ષેત્ર દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી જરૂરિયાત મંદો માટે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. આ સાથે જ શૈક્ષણિક સહાય અને મેડિકલ સહાય પણ આ ટ્રસ્ટ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ત્યારે બે દિવસ પૂર્વે શંખનાદ ન્યૂઝ ચેનલ સંચાલક મિલન કુવાડિયા સામે સોશ્યલ મીડિયામાં મુકવામાં આવેલા મેસેજને લઈને પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવા હતી. જેને લઈને હનુમાનધારા સેવા સમિતિ દ્વારા એક ઉભરતા યુવાનની અને ચેનલની કારકિર્દી રોળવાનો પ્રયત્ન હોય અથવા તો શરત ચૂકથી સરકારના કાયદાનો આડકતરી રીતે ભંગ થયાનું લાગ્યું હોય તો તેઓની આટલા વર્ષોની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ઘટતું કરવા માટે થઈને ભાવનગર જિલ્લા કલેકટર ને લેખિતમાં રજુઆત કરી હતી. આજે સિહોર નાયબ કલેકટરને રજુઆત પત્ર આપીને ઘટતું કરવા વિનંતિ કરી છે.

કેમ કે શંખનાદ પ્રસારણ કોરોનાના સમયમાં સ્થાનિક લેવલે નાગરીકોને જાગૃત રાખવાનું, સામાજિક અને સેવાભાવિ સંસ્થાઓ સાથે સંકલન કરીને જરૂરિયાત મંદો સુધી ભોજન પહોંચે તેના માટે સતત સક્રિય રીતે કામગીરી બજાવી રહી છે તેવો પણ આ આવેદન પત્ર માં ઉલ્લેખ કરાયો છે જ્યારે પોલીસ ફરિયાદની યોગ્ય તપાસ થાય તે માટે આ આવેદન ભાવનગર જિલ્લા કલેક્ટર તથા સબંધિત અધિકારીઓને સિહોર હનુમાનધારા સેવા સમિતિ દ્વારા પોતાની લાગણી પોહચાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here