ઠંડીની રફતાર તેજ બની રહી હોય તેમ ઠંડીની અસરથી લોકોએ તાપણાઓનો સહારો લઈ રહ્યા છે

 

હરીશ પવાર
સિહોર સાથે પંથક અને જિલ્લામાં શિયાળાની મોસમ તેજ બનતી હોય તેમ લઘુત્તમ તાપમાનના પારામાં પણ દિન પ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે અને ઠંડી આક્રમક બની રહી છે. દિવસ દરમિયાન ઠંડી સામે રક્ષણ મળી શકે તે માટે લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને અવર જવર કરતાં નજરે પડી રહ્યાં છે.સમગ્ર પંથકમાં શિયાળાની મોસમ ધીમે ધીમે જામી રહી હોય તેમ ડિસેમ્બર માસના પ્રારંભથી જ લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોનો સામનો પણ લોકોને કરવો પડી રહ્યો છે.

આમ આ વાતાવરણની અસર હેઠળ દિનપ્રતિદિન ઠંડી આક્રમક બનવાની સાથે સાથે તેજ પણ બની રહી છે. ધીમે ધીમે શિયાળાની ઠંડી આક્રમક બનતી જતી હોય તેવા વાતાવરણનો અનુભવ લોકોને થઇ રહ્યો છે ધીમે ધીમે શિયાળાની ઠંડી રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવી અસર વચ્ચે નગરજનો પણ ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને અવર જવર કરવાનું મુનાસીફ માની રહ્યાં છે. તો બીજી તરફ ઠંડીમાં વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં પણ તેજી જોવા મળી હોય તેમ નગરજનો ખરીદી કરી રહ્યાં છે. ત્યારે વધી રહેલી ઠંડીના પગલે ખુલ્લામાં વસવાટ કરતાં શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here