આજ સવારથી શાકભાજી અને ફ્રૂટનું વેચાણ અહીંથી શરૂ કરાયું, ફેરિયાઓને ક્રમ નંબરના કુપન અપાયા

દેવરાજ બુધેલીયા
લોકડાઉન પછી સિહોરની શાકભાજી માર્કેટ શહેરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફેરવવામાં આવી છે સમગ્ર સિહોરની જનતા માટે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી શાકભાજી અને ફ્રુટની ખરીદી થઈ શકતી હતી જેમાં આજથી બે વિભાગો પાડવામાં આવ્યા છે અમુક ચોક્કસ વિસ્તારના લોકો બે અલગ અલગ માર્કેટ થી ખરીદી કરી શકશે અત્યાર સુધી એક માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે માર્કેટ ઉભી કરાઈ હતી જોકે ત્યાં ભારે ભીડ અને ડિસ્ટન્ટ જળવાઈ ન શકતું હોવાના કારણે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હોવાની વિગતો મળી છે આજથી બીજી શાકમાર્કેટ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે.

જેમાં ગરીબશાપીર વિસ્તાર, એકતા સોસાયટી, કરકોલીયા રોડ રામનાથ સહિતના વિસ્તારોમાં રહેતા રહીશો ને માટે રેસ્ટ હાઉસ પાસે આવેલ હેલિપેડ મેદાનમાં રહેશે તેમજ ક્રિકેટ છાપરીની માર્કેટમાં નવાગામ, પાચવડા, સ્ટેશન વિસ્તાર, ગુંદાળા વગેરે સહિતના નજીકના લોકોને ખરીદી કરવાની રહેશે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારે ભીડના કારણે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે અહીં તમામ ફેરિયાઓને ક્રમ નંબરો અપાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here