સિહોરમાં એક હજાર જરૂરીયાત મંદ માણસને જમાડીને પ્રિયંશના પરિવારે કરી અનોખી જન્મ દિવસની ઉજવણી

દેવરાજ બુધેલીયા
સમગ્ર દેશમાં લોકડાઉન નો બીજો તબકકો શરૂ થઈ ગયો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોના પોઝિટિવ માં કેસોમાં પણ રોજ દિવસે દિવસે વધી રહ્યા છે.આવા કપરા સમયમાં ગરીબ માણસો અને રોજે રોજનું લાવીને ગુજરાન ચલાવતા લોકો ઉપર ભારે મુસીબત આવી પડી છે. ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓ અન્ન ક્ષેત્ર શરૂ કરીને વધુમાં વધુ લોકો સુધી જમવાનું પહોંચાડી રહ્યા છે. જેમાં આજે પોલીસ પરિવારના કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા કિરણભાઈ સોલંકી ના પુત્ર પ્રિયંશ આજે જન્મદિવસ હતો. જેમાં સિહોરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જરૂરિયાત મંદો માટે રસોડું ચલાવી રહ્યા છે.

રોજ એક હજાર માણસોને જમવાનું આ સંસ્થા પહોંચાડી રહી છે. પ્રિયંશ ના જન્મદિવસ નિમિતે તેના પિતા કિરણભાઈ દ્વારા એક દિવસ નું હજાર માણસના જમવાનું અનુદાન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. પશ્ચિમ સંસ્કૃતિ ને ભૂલીને આ મહામારીના સમયમાં ગરીબ અને જરૂરિયાત મંદો ને ભોજન કરાવીને પોતાના દીકરા ના જન્મદિવસ ની ઉજવણી કરી હતી દલિત અધિકાર મંચ દ્વારા ચાલતું સેવા રસોડું સાંજ પડે અનેક ભુખ્યાને ભોજન પોહચાડે છે જેમાં માવજી સરવૈયા સહિત આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here