સિહોર ક્લસ્ટર ઝોનમાંથી દૂધ લેવાના બહાને બહાર નીકળતો ઇસમ ઝડપાયો

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસની મહામારીને લઈને દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારમાં ક્લસ્ટર ઝોન જાહેર કરીને સિલ કરી દેવામાં આવે છે. જેથી કરીને તે વિસ્તારમાં કોઈ પ્રવેશ ન કરી શકે અને તે વિસ્તારનું કોઈ બહાર નીકળી ન શકે. ત્યારે સિહોરમાં ક્લસ્ટર ઝોન કરાયેલ મકાતના ઢાળ જલુના ચોકમાં રહેતા જાહિદભાઈ રહીમભાઈ પઢીયાર ઉ.વ.૨૩ દૂધ લેવાના બાને ક્લસ્ટર ઝોનમાંથી બહાર નીકળતા સિહોર પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરીને તેને ભાવનગર ખાતે સમસરસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન માં મોકલવા તજવીજ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here