પાલિકા તંત્રના આદેશ, ૬ કર્મીઓ ચોકીદારી કરશે, ૨ કર્મીઓ તમામ સ્ટાફ ઉપર નજર રાખશે, ફરજ પર મુકાયેલ દરેકને તાત્કાલિક સ્થળ પર હાજર થઈ જવા આદેશ

હરેશ પવાર
સિહોરના વોટર વર્કસ પાણી સપ્લાયના ટાંકાઓ પર જ્યાં સુધી ચોકીદારની વ્યવસ્થાઓ ન થાય ત્યાં સુધી નગરપાલિકા કર્મચારીઓને ચોકીદારી કરવા આદેશ છૂટ્યા છે છેલ્લા દિવસોમાં બનેલી બે થી ત્રણ ઘટનાઓને કારણે નગરપાલિકા તંત્રમાં ભારે હડકંપ મચ્યો છે જે મામલે પાલિકા અને સત્તાધીશોને કેટલાક નગરસેવકો દ્વારા ભારે ભીંસમાં લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા ત્યારે આજે સિહોર નગરપાલિકા દ્વારા જ્યાં સુધી ચોકીદારની વ્યવસ્થાઓ ન થાય ત્યાં સુધી નગરપાલિકાના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા ૬ કર્મચારીઓને દિપડીયા ડુંગર પર આવેલ પાણીના ટાંકા પર ફરજ બજાવવા આદેશ છૂટ્યા છે અને આ તમામ કર્મીઓ આઠ આઠ કલાક ફરજ પર રહેશે.

જ્યાં અને બે કર્મીઓને વોટર વર્કસના તમામ સંપ, પંપ, તમામ સ્ટાફ ઉપર દેખરેખ હાજરીઓની ચકાસણી રાખવા માટેની કામગીરી સોંપવામાં આવી છે જ્યાં સુધી પાણીના ટાંકાઓ પર ચોકીદારની વ્યવસ્થા ન થાય અને તંત્ર દ્વારા કરવામાં ન આવે ત્યાં સુધી તમામ કર્મીઓ પાણીના ટાંકાઓ પર ચોકી પહેરો કરશે તમામને પોતાની ફરજ પર તુરંત હાજર રહેવા તંત્રએ આદેશ કરાયા છે અને અનિચ્છનીય બનાવ બને તેની ફરજ પરના કર્મીઓની જવાબદારી રહેશે તેમજ જે ઘટનાઓનું ફરી પુનરાવર્તન ન થાય તેની કાળજી પણ ફરજ પરના કર્મીએ રાખવાની રહેશે અન્યથા ફરજ પર મુક્ત કરાશેની ચીમકી નગરપાલિકા તંત્ર દ્વારા ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here