ચેરમનનો મીડિયા સામે મોટો ખુલાસો, કોઈએ ગભરાવવાની જરૂર નથી, દર ગરમી સીઝનમાં આવી ઘટના બની હોઈ છે

દેવરાજ બુધેલીયા
સિહોર વોટર વર્કસના પાણીના ટાંકાઓની ઘટનાએ સ્થાનિક રાજકારણમાં હદકંપ સર્જી દીધો છે અગાઉ પાણીના ટાંકા માંથી કોઈ મૃત પશુ મળવું, પાણીના ટાંકામાં યુવાને ન્હાવા પડવું, માછલાઓ મરવા સહિતની એક પછી એક ઘટનાઓએ તંત્ર અને સત્તા સ્થાને કામ કરતા લોકોની ઊંઘ હરામ કરીને રાખી દીધી છે ત્યારે આજે પાલિકા ચેરમેન અશ્વિન બુઢનપરાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે કે ટાંકામાં જે માછલાઓ મર્યા છે તે ગરમીના કારણે મર્યા છે લોકોએ ગભરાવવાની જરૂર નથી અશ્વિન બુઢનપરાનું કહેવું છે કે છેલ્લા થોડા દિવસોમાં જે કઈ પાણી પ્રશ્નોના બે ત્રણ બનાવ બન્યા છે તેમાં પોલીસ ફરિયાદો થઈ છે જેમાં એકમાં સફળતા પણ મળી છે.

પરંતુ જળુંબ ટાંકામાં જે માછલાઓ મર્યા છે તે પાણી ઉપયોગમાં લેવાતું નથી એટલે કે સપ્લાય કરાતું નથી અને દર વર્ષ અને અગાઉ પણ બનેલા બનાવ કરતા બહુ જૂજ માછલાઓ જળુંબ પાણીમાં મર્યા છે જે ચિંતાની બાબત નથી તે પાણી ઉપયોગમાં લેવાતું નથી વપરાશ કરાતો નથી સપ્લાય થતું નથી જેથી શહેરના કોઈ નાગરિકે ચિંતા કરવાની જરૂર નથી તેમજ ગરમીના કારણે આ માછલાઓ મર્યા છે તેવું જણાવી ને ચેરમેન અશ્વિન બુઢનપરાએ સૌથી મોટો ખુલાસો મીડિયા સામે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here