સિહોર નગરપાલિકા દ્રારા ચૂકવાતા બિલો કારોબારી ની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ચુકવણું ન થાય તે જોજો – ત્રણ નગર સેવકોની ચીમકી

હરેશ પવાર
સિહોર નગરપાલિકાનો અણધણ વહીવટ હવે ખરેખર ખાડે ગયો છે શહેરના કેટલાક જાગૃત નગરસેવકો “દી” ઉગે મીડિયા સામે આવીને તંત્રની પોલ ખોલે છે ત્યારે ફરી નગરપાલિકા દ્વારા ચૂકવાતા બિલોનો મામલો મેદાને પડ્યો છે અને ત્રણ જાગૃત નગરસેવકોએ ચીમકી ઉચ્ચારી છે કે કારોબારીને જાણ કર્યા વગર કોઈને બિલ ન ચૂકવાઈ તેની તકેદારી રાખવા રજૂઆતો કરાઈ છે જે બિલો કારોબારની મંજુરી લઈને જનરલ મીટીંગમાં પાસ થયા બાદ ચુકવણું કરવામાં આવેલ છે તે પછીના આજ સુધી ના જે કાંઈ ખરીદી કે કામકાજ અંગેના બીલો હાલમાં પેન્ડીંગ પડેલા હોય.

તે સિહોર નગરપાલિકા ની સભા સંચાલનના નિયમો તેમજ મ્યુનિ. એકટ જોગવાઈ મુજબ કારોબારીમાં મંજુર થવા જરૂરી હોય જેથી જાણમાં આવ્યા મુજબ હાલમાં જે વાતાવરણ સમ્રગ દેશમાં છે અને સમગ્ર કામગીરી સરકારી સંસ્થાઓની ઠપ્પ થયેલ છે આ બાબતનો ગેરલાભ લઈને અમુક ભ્રષ્ટાચારી ઈસમો દ્રારા પાછલા બારણેથી અમુક બીલો ખોટી રીતે રજુ કરી અને મંજુર કરાવી લઈ ભ્રષ્ટાચાર કરવાની ખેવના રાખતા હોય જેથી જવાબદારી દરેક બીલો ચકાસવાની જરૂરિયાત હોય,તો આજ સુધીના બીલો કારોબારી ની સમક્ષ રજુ કર્યા પછી વંચાણે લઈ મંજૂર કરવા અંગેની જરૂરી કામગીરી આપના દ્રારા કરવામાં આવે.

આપ પણ સંસ્થાના જવાબદાર અધિકારીના હોદ્દા ઉપર હોય નિયમાનુસાર દરેક કામગીરી થવી જોઈએ તે અંગે આપની વિશેષ જવાબદારી બનતી ત્યારે આ મુદ્દાની ગંભીરતા ને લઈ અને આગામી કારોબારમાં બીલો મુકાયા પછી જ બીલોનું ચુકવણું કરવામાં આવે અન્યથા અધિકારીની વિરોધમાં પણ રજુઆત કરવાની ચીમકી નગરસેવકોએ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here