સિહોર તાલુકાના ૯૦૪ જેટલા શિક્ષકોની દરિયાદિલી: કોરોનાને નાથવા ૧ દિવસનો પગાર, ૧૫.૬૦ લાખ રૂપિયા રાહતફંડમાં આપ્યો

શ્યામ જોશી
કોરોનાને લઈ સમગ્ર વિશ્વ પરેશાન છે રાજ્યમાં પણ મોટી માત્રમાં કેસો નોંધાઇ રહ્યા છે દેશ ઝઝુમી રહ્યો છે સમગ્ર અલગ અલગ વિભાગના વહીવટી તંત્ર મહત્વની સેવાઓ આપી રહ્યા છે જેમાં શિક્ષકો પણ જોડાઈ રહ્યા છે સરકાર કોરોનાને પ્રસરતો અટકાવવા પગલાં લઈ રહી છે કોરોનાની આ મહામારીને પહોંચી વળવા માટે લોકો પોતાનાથી બનતો પ્રયાસ કરી રહ્યા છે. બીજાને ટેકો આપી રહ્યા છે.ત્યારે સિહોર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોની દરિયાદીલી સામે આવી છે સિહોર અને તાલુકામાં ફરજ બજાવતા ૯૦૪ જેટલા પ્રાથમિક શિક્ષકો એક દિવસનો ૧૫.૬૦ લાખ રૂપિયા પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો છે.

દેશમાં આપત્તિની સ્થિતિ સર્જાઈ છે હાલ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે જોડાઈ કોરોનાને પ્રસરતો અટકવાવા સર્વેની કામગીરીમાં જોતરાયા છે. સિહોર અને તાલુકાની ૧૧૭ પ્રાથમીક શાળાઓના ૯૦૪ શિક્ષકોએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે જેના પગલે આજે શિક્ષકો દ્વારા એકઠી થયેલી રકમ ૧૫.૬૦ લાખ મુખ્યમંત્રી રાહતફંડમાં ચેકો આપીને જમા કરાવ્યા છે ત્યારે આ મહામારીમાં શિક્ષકોની પણ દરિયાદિલી સામે આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here