પ્રજાને પળેપળની ખબર પોહચાડતું શંખનાદ સમાચાર સંસ્થા કર્મીઓની દરકાર લેતું હેલ્થ વિભાગ, સંસ્થાના તમામ સભ્યોની તપાસ કરવામાં આવી

શ્યામ જોશી – બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની જાણીતી સંસ્થા શંખનાદ સમાચાર જે સોશિયલ ડિસ્ટંન્સીંગનું પાલન કરી જરૂરી તકેદારી રાખી પોતાનું નિયમિત કાર્ય કરી રહી છે આ સમયે આ કર્મયોગીઓના સ્વાસ્થ્યની તકેદારી પણ એટલી જ આવશ્યક બને છે. તમામ કોરોના વોરિયર્સ સમા શંખનાદ કર્મચારીઓની આરોગ્ય તપાસણી કરવામા આવી હતી. લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ સતત કાર્યરત એવા મીડિયા કર્મચારીઓ સ્વાભાવિક પણે પ્રજાજનોના સંપર્કમા આવતા હોય છે. એવા સમયે તેઓને વાયરસના સંભવિત સંક્રમણથી બચાવી શકાય તેવા શુભઆશયથી તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરી મીડિયા કર્મચારીઓના સ્વાસ્થ્યની પણ દરકાર કરવામા આવી રહી છે.

ત્યારે સિહોર અને પંથકમાં દિવસ રાત જોયા વગર પોતાના જીવનની પરવા કર્યા વગર લોકોને સાચી-સચોટ અને નિર્ભય સમાચાર આપતી શંખનાદ સંસ્થા સમાચાર ચેનલના હેડ મિલન કુવાડીયાની હાજરીમાં સંસ્થાના તમામ કર્મીઓની તપાસણી કરવામાં આવી હતી અને કોરોના વિષે માહિતગાર કરાયા હતા સિહોર આરોગ્યની ટીમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વીની માલવીયાના માર્ગદર્શન હેઠળ ડો.વિજયભાઈ કામળીયા, ડો.સંજયભાઈ ખીમાણી દ્વારા તપાસણી કરાઈ હતી.સંકલનમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત આરોગ્ય કર્મચારી દિપકભાઈ નાથાણી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here