સિહોર શંખનાદ સંચાલક મિલન કુવાડિયા વિરુદ્ધ ફરિયાદને લઈને સામાજિક આગેવાનો આગળ આવ્યા

દલિત અધિકાર મંચ અને ખેડૂત મંચ દ્વારા આજે ત્રીજા દિવસે થઈ રજુઆત, તાકીદે ઘટતું કરવાની થઈ રહી છે ચોમેર માંગ

હરેશ પવાર
સિહોરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી શહેરના અગ્રણી આગેવાન યુવા નેતા અને શંખનાદ સંચાલક સામે પોલીસ ફરિયાદના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે છેલ્લા ત્રણ દિવસથી એક પછી એક સંસ્થાઓના આગેવાનો રજૂઆતો કરીને સમગ્ર પ્રકરણમાં ઘટતું કરવાની માંગ કરી રહ્યા છે ત્રણ દિવસ પૂર્વે સોશ્યલ મીડિયામાં મુકાયેલા સમાચાર ને લઈને શંખનાદ સંચાલક મિલન કુવાડિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને સિહોરની સામાજિક સંસ્થાઓ અને સેવા સમિતિઓ દ્વારા આ બાબતને લઈને ફરિયાદ રદ કરવા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી. જેને લઈને આજે ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય દલિત મંચ દ્વારા લેખિતમાં સિહોર મામલતદાર ખાતે રજુઆત કરવામાં આવી છે.

ખેડૂત એકતા મંચ દ્વારા મેઈલ દ્વારા જિલ્લા કલકેટર સુધી રજૂઆતો કરવામાં આવી છે બન્ને સંસ્થાઓનું કહેવું છે શંખનાદ છેલ્લા એક દાયકાથી વધુ સમય લોકોની સમસ્યાઓ માટે સમાચાર પ્રસારિત કરી રહ્યું છે. અમે આગેવાનો ઘણા વર્ષોથી મિલન કુવાડિયા સાથે સંપર્કમાં છીએ. અંગત રીતે પણ અમે સારી રીતે તેમને ઓળખીએ છીએ મિલનભાઈ ને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય તેવું લાગે છે સંસ્થા અનેક રીતે લોકોને મદદ કરતી આવી છે લોકોની અનેક સમસ્યાઓ નો નિવાડો આ સંસ્થાના સમાચાર દ્વારા સમાધાન થયેલ છે. દરેક સમાજ માટે શંખનાદ આગળ આવીને તેમનો અવાજ પ્રશાસન સુધી લઈ ગયું છે. ત્યારે સંચાલક મિલન કુવાડિયા સામે કરાયેલ ફરિયાદને પરત લઈને યોગ્ય ઘટતું કરવા બન્ને સંસ્થાઓએ માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here