શંખનાદ અને મિલન કુવાડિયાની સાચા અર્થમાં લોકસેવકની ભૂમિકા છે જે કઈ બન્યું એ ખૂબ જ દુઃખદ, જાણો ક્યાં નગરસેવકોએ રજુઆત કરી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની અતિ લોકપ્રિય ચેનલ અને સંસ્થા શંખનાદના સંચાલક મિલન કુવાડિયા પર થયેલી પોલીસ ફરિયાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલે અનેક સામાજિક સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત લોકો આગળ આવીને ઘટનાને વખોડી રહ્યા છે છેલ્લા ત્રણ કે ચારેક દિવસથી ઉચ્સ્તરે રજૂઆતોનો દોર શરૂ થયો છે આજે સિહોરના ત્રણ નગરસેવક એડવોકેટ દીપશંગભાઈ રાઠોડ, મુકેશભાઈ જાની, અને ડાયાભાઇ રાઠોડે રજુઆત કરી છે આ મામલે દીપશંગભાઈ એ કહ્યું છે કે શંખનાદ ખરેખર સાચા અર્થમાં મીડિયાની ચેનલ છે જે લોકોના દુઃખ દર્દ યાતના સાથે કોરોના વાઇરસ ફેલાઈ છે એમની રજેરજની માહિતી તંત્ર સુધી પોહચાડવાનું કામ કરી રહ્યું છે હું એમને મુક્તેશ્વર મહાદેવ ટ્રષ્ટના ચેરમેન તરીકે સમર્થન આપું છું આ ચેનલ ખરેખર લોકહિતનું કામ કરી રહી છે.

ત્યારે આ ચેનલ બાબતે જે કઈ ગેરસમજ ઉભી થઈ હોય તો શમ્ય ગણી શકાય અને..મિલનભાઈ જે રીતે દેશના પ્રધાનમંત્રી સાથે મીડિયા કામ કરી રહ્યું છે..એજ રીતે શંખનાદ કામ કરી રહ્યું છે મુકેશ જાનીએ કહ્યું હતું કે શંખનાદ સંસ્થાના મિલન કુવાડિયા પર ખાતાકીય કેસ દાખલ કરવામાં આવ્યો છે તે ખરેખર ખૂબ જ દુઃખ બાબત છે શંખનાદ ચેનલ સત્યની સાથે રહી છે અને જ્યારથી શરૂ થઈ છે આજ સુધી પક્ષા પક્ષીથી પર રહી અને કોઈ પણ વાદ-વિવાદ વગર શંખનાદ ચેનલ તટસ્થતાની જ વાત કરી છે ત્યારે જે કઈ બન્યું છે તે અત્યંત દુઃખદ છે છેલ્લા ધણા વષોઁથી સિહોર શહેર અને તાલુકા કક્ષાએથી શંખનાદ ચેનલ મીડીયા શરૂ થયેલ ત્યારથી તટસ્થતા અને ખરી હકીકત લોકો સમક્ષ ત્વરિત પહોંચાડવાની કામગીરીને લઈને ખુબ જ ટુંકા સમયમાં ગુજરાતની અગ્રગણ્ય ચેનલોમાં શંખનાદ ચેનલનું નામ પણ ગુંજતુ થયેલુ છે.

આ માટે મિલન કુવાડીયા તેમજ તેમની ટીમ રાત-દિવસ જોયા વગર કામગીરી કરતા હોય તેને આભારી છે. વિશ્વમાં મોટી લોકશાહી તરીકે ભારત અગ્રેસર હોય અને લોકશાહી ના પાયામાં પ્રેસ મીડીયા તેમજ પ્રીન્ટ મીડીયા લોકશાહીનો એક સ્થમ્ભ ગણાતા હોય ત્યારે આજના આ સમયમાં મીડિયાની ખાસી જરૂર છે. અને તેમાં પણ પક્ષાપક્ષીથી પર રહી તટસ્થતાથી ખરી હકીકત લોકો સમક્ષ જવી જરૂરી છે.ત્યારે અમો પણ ઈચ્છીએ છીએ કે શંખનાદ ચેનલ તેમજ મિલન કુવાડીયાની પણ આજનાં સમયમાં જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here