લોકડાઉન સુધી મીઠાઈઓ નહિ બનાવવા કરાયો આદેશ, દસ જેટલી પેઠીઓ પર તંત્રની કાર્યવાહી, મોડી સાંજ સુધી ચેકીંગનો દોર યથાવત

શ્યામ જોશી – બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉનના પગલે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં ન થાય તેનું પણ તંત્ર ખ્યાલ રાખી રહ્યું છે. લોકડાઉન માં વાસી ફરસાણ અને મીઠાઈઓ ગ્રાહકોને પધરાવી તેના સ્વાસ્થ સાથે ચેડાં ન થાય તે માટે ફ્રુડ વિભાગ હરકતમાં આવ્યું છે. સિહોરમાં આજે સમી સાંજે ફ્રુડ વિભાગના અધિકારીઓ અચાનક જ ત્રાટકયા હતા. સિહોરમાં મીઠાઈઓ નો ધંધો ખૂબ મોટો છે. જેને લઈને આજે સિહોરની અલગ અલગ નામાંકિત પેઢીઓ ઉપર ફૂડ વિભાગના અધિકારીઓ એ તપાસ હાથ ધરી હતી જેમાં સિહોર નગરપાલિકા માં વિજય વ્યાસ અને સુનિલ ગોહેલ સાથે રહ્યા હતા.

હાલ સુધી દસ મીઠાઈઓ ની દુકાનો ઉપર જઈને ૬૬ કિલો મીઠાઈ અને ૩ કિલો વાસી ફરસાણ નો મુદામાલ ઝડપાયો હતો. જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી મીઠાઈના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કડક શબ્દોમાં મીઠાઈ નહિ વેચવા માટે કહેવામાં આવ્યું છે. મળેલો મુદામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગ્રાહકોએ પણ ફરસાણની ખરીદી કરતા પહેલા તેની યોગ્યતા ચકાસણી કરવી જરૂરી છે. જ્યારે મોડી સાંજ સુધી ચેકીંગનો દોર શરૂ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here