કમિશનર યોગેશ નિરગુડેએ નગરપાલિકાની મુલાકાત લીધી, વિવિધ વિભાગોમાં કામગીરી બાબતની ઝીણવટ ભરી તપાસ કરી
નગરપાલિકાનું નવા કચેરીનું લોકાર્પણ પાણીના ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવા અને કર્મચારીઓને તાકીદે કાયમિક માટે આશાવાદ વ્યક્ત કર્યો
હરેશ પવાર.. દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા કચેરી ખાતે આજે અચાનક આઈએસ અધિકારી કમિશનર યોગેશ નિરગડે દોડી આવ્યા હતા અને નગરપાલિકા કચેરીની મુલાકાત લીધી હતી જ્યારે કમિશનરની મુલાકાત વેળાએ નગરપાલિકા ચીફ ઓફિસર બરાળ નગરપાલિકા મહિલા પ્રમુખ દીપતિબેન નગરસેવક શંકરમલ કોકરા એન્જીનીયર નીતિન પંડ્યા સાથે જોડાઇને વિવિધ વિભાગોની મુલાકાત કમિશનર યોગેશ નીરગુડે લીધી હતી તેમજ નગરપાલિકાનું નવું બનતું કચેરી જ્યાં પણ સ્થળ મુલાકાત કરી હતી.
સિહોર નગરપાલિકા જિલ્લા કક્ષાએ સ્વચ્છતાનો બીજો ક્રમાંક મેળવતા સમગ્ર ટીમને કમિશનર દ્વારા અભિનંદન પાઠવી યોગ્ય પરીણામ લક્ષી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પાલિકાના કર્મચારીઓને કાયમિક કરવા, શહેરનો ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવા, ગેરકાયદેસર થયેલા દબાણો, નવા બિલ્ડીંગનું કામ ક્યારે પૂર્ણ થશે, સફાઈ કામદારોને કાયમિક કરવા સહિત મીડિયાના સવાલો સામે કમિશનર યોગેશ નિરગુડે દ્વારા તમામ મુદ્દે પોઝિટિવ વલણ દાખવી પાલિકા કર્મચારીઓને કાયમિક કરવાની પ્રક્રિયા ફિલ્ટર પ્લાન્ટ અને નવા બિલ્ડીંગ તાકીદે લોકાર્પણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને કમિશનર દ્વારા નગરપાલિકા વિભાગની કામગીરીને બિરદાવી હતી ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ સીએમ હસ્તે કરવામાં આવશે તેવી પણ જાણકારી હાલ મળી રહી છે.