સિહોર કરીયાણા એસોસિએશન દ્વારા અનાજ કરીયાણાની ૫૦ કિટો આપવામાં આવી

હરેશ પવાર
નજીકના ભવિષ્યમાં કોરોનાની બીમારીનો અંત આવે તેમ દેખાતું નથી. દેશમાં થોડી ઘણી સ્થિતિ અંકુશમાં હતી તેમ લાગતું હતું બીજા લોકડાઉનને પણ અઠવાડિયું વીતી ગયા છતા પોઝિટિવ કેસ આવવાના અટકી રહ્યા નથી. ધંધા રોજગાર બંધ છે ત્યારે તેનો સૌથી મોટો માર ગરીબ વર્ગને પડ્યો છે અને રોજબરોજ મજૂરી કરનારાઓ માટે તો જાણે કોરોના આફત લઈને આવ્યો છે.

જોકે આ કટોકટીના સમયમાં એક વાત રાહત આપે એવી છે કે મોટા ઉદ્યોગપતિથી લઈને સામાન્ય લોકો પણ ગરીબ-મજૂર વર્ગના મદદે આવ્યાં છે. સેવાનો આ ધોધ પશ્ચિમ દેશોમાં જેટલો નથી દેખાતો તેટલો આપણાં દેશમાં વહી રહ્યો છે. સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ બાદ ૧૯ દિવસનું લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સમસ્ત દેશમાં જીવન જરૂરિયાત સિવાય ની ખરીદી તેમજ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે અને ધંધા રોજગાર પણ બંધ કરવામાં આવ્યા છે.

ત્યારે ગરીબ વર્ગો તેમજ રોજેબરોજ મજૂરી અને રોજે રોજ કમાઈને કુટુંબનું ભર પોષણ કરી ગુજરાન ચલાવતા પરિવાર પર આભ તુટી પડ્યું છે ત્યારે તેમની ચિંતા કરી સિહોર કરીયાણા એસોસિએશન દ્વારા ૫૦ કિટો આપવામાં આવી છે જે કિટોને વિતરણ માટે સિહોરના નાયબ કલેકટર રાજેશ ચૌહાણ અને મામલતદારને સુપ્રીત કરવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાત લોકોને પોહચાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here