ગુજરાત દર્શન સમાચાર ન્યુઝના સાઉથ ઝોન બ્યુરો ચીફ તરીકે નિમણુંક

શ્યામ જોશી
સિહોરના વરિષ્ઠ પત્રકાર અને સમાજસેવક હરીશ પવાર ને પત્રકાર જગતમાં વધુ એક મોટી જવાબદારી સોંપવમાં આવી છે. વર્ષોથી પત્રકાર ક્ષેત્રે સંકળાયેલા અને અનેક મોટા વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા હરીશ પવાર ને ગુજરાત દર્શન ન્યૂઝના સાઉથ ઝોનના બ્યુરો ચીફ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાયની અનેક સામાજિક સંસ્થાઓમાં પોતે જવાબદારી નિભાવી રહ્યા છે. લોકોની સમસ્યાઓ માટે સરકાર સામે પ્રશ્નો મૂકીને હર હમેશ નિરાકરણ લાવીને લોકોની મદદ કરતા હોય છે. સિહોરની પ્રતિષ્ઠિત શંખનાદ પ્રસારણ સેવામાં સિનિયર રિપોર્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેમને વધુ એક મોટા હોદા ઉપર નિમણૂક કરાતા ચોતરફથી લોકોએ અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here