એક પછી એક રજૂઆતોનો દોર યથાવત, મિલન કુવાડિયા સામે થયેલ પોલીસ ફરિયાદ રદ કરવા ચોમેરથી થઈ રહી છે માંગ

દેવરાજ બુધેલીયા
શંખનાદ સંચાલક મિલન કુવાડિયા ઉપર ચાર પાંચ દિવસ પૂર્વે સોશ્યલ મીડિયામાં એક મેસેજ વાયરલ કરેલ હોવાને લઈને ઉચ્ચ અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક સેવાકીય સંસ્થાઓ અને સામાજિક આગેવાનો સત્યની સાથે ઉભા રહેવા આગળ આવીને સતત ઉચ્ચ અધિકારીઓ ને લેખિતમાં અરજી આપીને આ કરેલી ફરિયાદ રદ કરવા માટે અરજી કરી રહ્યા છે. ત્યારે સિહોરના જાંબાળા ગ્રામપંચાયત દ્વારા સિહોર નાયબ કલેકટર ને લેખિતમાં આપીને રજુઆત કરવામાં આવી છે.

શંખનાદ છેલ્લા દસ કરતા વધુ વર્ષથી સિહોર તાલુકાના ગામડાઓ માટે સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે. સિહોરની આસપાસના ગામડાંઓ ની પ્રજાને જાગૃત કરવા માટે થઈને તેમની ચેનલ દ્વારા સમાચારો પ્રસારિત કરતી આવી છે. અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે તો તેમાં પણ લોકોને કોરોના સામેના રક્ષણ માટે પણ લોકો સુધી સમાચારો પહોંચાડી રહી છે. તો લોકો માટે ચાલતી ચેનલ ઉપર ખોટી રીતે નામ ખરાબ કરવા માટે થઈને આ કારસ્તાન થયું હોય તેવું લાગે છે તો આ અંગે આપ યોગ્ય કરીને દાખલ કરાયેલ અરજી રદ કરવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here