શંખનાદ સંચાલક મિલન કુવાડિયાની સામે થયેલ ફરિયાદને રદ કરવા એક દિવસમાં અલગ અલગ “૪” આવેદનપત્ર અને રજુઆત

બ્રિજેશ ગૌસ્વામી – દેવરાજ બુધેલીયા
જિલ્લાના એક પોલીસ અધિકારી દ્વારા શંખનાદ સંચાલક મિલન કુવાડિયા પર રાગદેશ રાખીને સિહોર પોલીસ મથકમાં થયેલ ફરિયાદ મામલે સતત રજૂઆતોનો દોર શરૂ રહ્યો છે લોકડાઉન હોવા છતાં મિલન કુવાડિયાની કારકિર્દી પર ચીંધાયેલી આંગળીના ઘેર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ત્યારે આજે અન્ય ચાર સમાજના આગેવાનો દ્વારા આવેદન આપીને રજુઆત કરવામાં આવી હતી. જેમાં મેલડી ધામ સોનગઢ, સિહોર લુહાર સુથાર જ્ઞાતિ, રાજપૂત સમાજના આગેવાન જીતેન્દ્રભાઈ ડોડીયા અને નેસડા ગ્રામ પંચાયત દ્વારા સિહોર પ્રાંત અધિકારી ને આવેદન આપવામાં આવ્યું હતું.

જેમાં તમામનો એક સુર છે યુવા આગેવાન મિલન કુવાડીયા દ્રારા શંખનાદ ન્યૂઝ ચેનલ ચલાવવામાં આવે છે. આ ચેનલ દ્રારા સિહોર તથા આજુબાજુના વિસ્તારના સ્થાનિક તેમજ જિલ્લા અને રાજય કક્ષાના વિશ્વાનીય સમાચારો પ્રજા સુધી પહોંચાડવાની પ્રશંસનીય કામગીરી ધણાં વષોઁથી કરી રહ્યા છે. “શંખનાદ ન્યૂઝ” ચેનલ સાચા અર્થમાં નિર્ભય અને નિડર રીતે મિલન કુવાડિયા ચલાવી રહ્યા છે મિલન કુવાડિયાને લોકો ખુબ નજીકથી ઓળખીયે છે મિલનભાઈ ખુબ પ્રામાણિક માણસ છે.તે રાષ્ટ્ર માટે સદા વફાદાર છે.

અમારા જાણવા મુજબ આ ન્યૂઝ ચેનલ ભ્રષ્ટાચાર મુકત અને પક્ષાપક્ષથી અલિપ્ત છે.એક મેસેજ તેનાથી ભુલથી વાઈરલ થઈ ગયો હતો.તેની પાછળ તેની કોઈ ખરાબ ભાવના હતી નહિ મિલન કુવાડિયાની પ્રતિષ્ઠા ઉભરી આવી છે. સત્યની માટે અનેક આગેવાનો નીડર બનીને આગળ આવી રહ્યા છે અને શંખનાદ સંચાલક ને ન્યાય મળે તે માટે સરકારશ્રી ને રજુઆત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here