સિહોરમાં લોકડાઉનના નિયમોના લિરેલીરા ઉડ્યા, નગરપાલિકા અને પોલીસ દોડી ગઈ

હરેશ પવાર
સિહોરની મુખ્યબજારમાં સવારના સમયે લોકો ખરીદી કરવા માટે નીકળે છે.છેલ્લા બે ચાર દિવસોથી સવારના સમયે બજારમાં આવેલી કરીયાણા ની દુકાનો ઉપર ગ્રાહકો ની ભીડ જોતા ઘડીભર લોકડાઉન ખુલી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળે છે. એક બાજુ સિહોરમાં આવેલ પોઝિટિવ કેસને લઈને રેડ ઝોન માં મુકવામાં આવ્યું છે. ત્યારે અહીંની પ્રજા અને વેપારીઓને જરા પણ સંક્રમણ નો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. આ લોકડાઉન ના નિયમોનું પાલન થતું ન હોવાનું જાણમાં આવતા સિહોર નગરપાલિકા તંત્ર અને પોલીસ ટિમો તાબડતોબ બજારોમાં આવી પહોંચી હતી. ખરીદી માટે આવતા ગ્રાહકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે વેપારીઓ દ્વારા ઢીલું મુકવામાં આવ્યું હતું.

તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા મુકવામાં આવેલા જવાનોની લોકડાઉન પાલન કરાવાની કામગીરી ઉપર પણ પ્રશ્નો ઉભા થયા હતા. પ્રશાશન દ્વારા દુકાનો ઉપર પહોંચીને વેપારીઓને કડક પણે લોકડાઉન ના નિયમોની ગાઈડલાઈન નું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. સિહોરમાં લોકડાઉન ના બીજા તબક્કામાં પ્રશાસન ની ઢીલી કામગીરી બહાર આવી હતી. નગરપાલિકા ચીફ ઓફીસર તેમજ ટિમ સાથે સઘન દુકાનો નું ચેકીંગ કરવામાં આવ્યું હતું. લોકડાઉન માટેના નિયમોનું પાલન અને સંક્રમણ અટકાવા માટે સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી છે તે અંગે ગ્રાહકો અને વેપારીઓને સમજાવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here